Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ઝઘડીયા તાલુકાનાં વિજેતા ઉમેદવારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી.

Share

તાજેતરમાં યોજાઇ ગયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવતા ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપા છાવણીમાં આનંદનું મોજું ફેલાયું છે. ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં વર્ષોથી ભાજપા સત્તાથી દૂર રહ્યો હતો. તાલુકા પંચાયતમાં વર્ષોથી છોટુભાઈ વસાવા સમર્થિત પક્ષ સત્તામાં રહ્યો હતો. તાજેતરની ચૂંટણીઓના થોડા સમય અગાઉ ઝઘડિયા તાલુકાના બીટીપી અગ્રણીઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રીતેશભાઇ વસાવા અને પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેશાઈ સહિત તેમના નેતૃત્વ હેઠળ તાલુકાના બીટીપી કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપામાં જોડાયાં હતાં.

ભારતીય ટ્રાયબલ પાર્ટીના આ બંન્ને ધુરંધર નેતાઓ અને તેમના ટેકેદારોએ એકસાથે રીતસર ભાજપાનો ખેસ પહેરી લેતાં તે જ સમયથી ઝઘડિયા તાલુકામાં નવા રાજકીય સમીકરણો મંડાયાં હતાં. હાલમાં યોજાય ગયેલ તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકાની ચાર જિલ્લા પંચાયતની બેઠકો પૈકી ત્રણ બેઠકો તેમજ તાલુકા પંચાયતની બાવીસ બેઠકો પૈકી ઓગણીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભારે સરસાઈથી જીત થઈ હતી. દરમ્યાન ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ઝઘડિયાના વિજેતા ઉમેદવારો સાથે સુરત મુકામે શુભેચ્છા બેઠક યોજી હતી.

મળતી વિગતો મુજબ સુરત મુકામે પ્રદેશ પ્રમુખના કાર્યાલય ખાતે યોજાયેલ આ બેઠકમાં ઝઘડીયાના વિજેતા ઉમેદવારોને પ્રદેશ પ્રમુખે અભિનંદન આપ્યાં હતા. અત્રે પ્રદેશ પ્રમુખ સાથેની શુભેચ્છા મુલાકાતની આ બેઠકમાં માજી તાલુકા પ્રમુખ અને તાલુકાની બામલ્લા બેઠક પરથી વિજય મેળવનાર રીતેશ વસાવા, માજી તાલુકા ઉપપ્રમુખ અને તાલુકાની પાણેથા બેઠક પરથી જીત મેળવનાર પ્રકાશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના વિજયી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડીયા એપીએમસીના ચેરમેન દિપક પટેલ, ગુજરાત રાજય યુવક બોર્ડના ઝઘડિયા તાલુકા સંયોજક હિરલ પટેલ તેમજ ભાજપા અગ્રણી અતુલ પટેલ અને સી.ડી પટેલ સહિત અન્ય કાર્યકરો તેમજ તાલુકાના વિજયી ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રદેશપ્રમુખ સી.આર પાટીલે આ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતાં, અને ઝઘડિયા તાલુકાના આ ભવ્ય વિજયની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે ઝઘડિયાના વિજેતા ઉમેદવારોને અપીલ કરી હતી કે તેઓએ હવે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આગળ આવવુ પડશે, જેથી વિવિધ યોજનાઓનો લાભ મળતા જનતાને રાહતનો અનુભવ થાય. તેમજ લોકો પોતે પણ જીવનભર યાદ રાખશે કે તાલુકાના અમુક સભ્ય દ્વારા મને આ લાભ મળ્યો હતો. આ પ્રસંગે વિજયી ઉમેદવારોને પ્રદેશ પ્રમુખે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ આંબાવાડી તાલુકા પંચાયત સીટ પર કંસાલી ગામે બુથ સમિતિ અને પેજ પ્રમુખોની બેઠક યોજાઇ..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવા “ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટ” માં ઝળકી.

ProudOfGujarat

લીંબડીનાં આર.આર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કોરોના સાણંદ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!