Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠને પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું.

Share

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજરોજ ઝઘડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિવિધ પડતર માંગણીઓ બાબતે રજુઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયા મુજબ કોરોના સમય દરમિયાન ગુજરાતનાં ગામડાંઓ અને શહેરોમાં આંગણવાડી વર્કરો બહેનોએ ખૂબ જ કપરી સ્થિતિમાં જીવના જોખમે કામગીરી બજાવી છે. આંગણવાડી વર્કર હેલ્પરો એ આખો દિવસની સર્વેની કામગીરી લોકડાઉન હોવા છતાં રેડ ઝોન વિસ્તારમાં કામગીરી બજાવી હતી. જેમાં કેટલીક બહેનોને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ પણ આવ્યા હતા. કોરોના સર્વેની કામગીરી દરમિયાન આંગણવાડી કર્મચારીઓને કોઈ જ રકમ ચૂકવવામાં આવી નથી. કોરોના કામગીરી દરમિયાનની કામગીરી માટે પ્રશંસા રૂપે ગત માર્ચ ૨૦ થી દૈનિક રૂ. ૩૦૦ એરિયર્સ સાથે ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અન્ય રાજ્યોની જેમ તાત્કાલિક રૂ. ૧૦,૦૦૦ માનદવેતન આપવાની માંગ કરવામાં આવી હતી. હેલ્પરનો પગાર ખૂબ ઓછો હોઇ, વર્કરના પગારના ૭૫ ટકા લેખે વધારો ચુકવવામાં આવે, જૂના પડતર પ્રશ્નો બાબતે માંગ કરવામાં આવી છે કે ચોથા વર્ગ નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ છે, તેમજ દેશનાં તમામ રાજ્યોમાં આંગણવાડી વર્કર હેલ્પર નિવૃત્તિ વય મર્યાદા ૬૦ છે, જે લાંબા સમયની માંગણી છે. નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષ કરવામાં આવે, જિલ્લા-તાલુકા કક્ષાએ એક વખત બદલી કરવાની મંજૂરી આપવી જોઈએ, મીની આંગણવાડીને ફુલ આંગણવાડી બનાવી વર્કરને મળતુ માનદ વેતન ચુકવવુ, તૈયાર ફૂડ પેકેટના બદલે પહેલાની માફક ટેક હોમ રેશન આપો. તેમજ દરેક બાળક માટે દૂધની માંગણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ નિયમિત રીતે આંગણવાડી બહેનોને સાડી તરીકે ડ્રેસ આપવામાં આવે, નવી શિક્ષણ નીતિના અમલ બાબતે સંગઠને માંગણી કરી છે કે આંગણવાડી કેન્દ્રમાં પ્રિ સ્કુલ કરી પ્રિ સ્કૂલ ટીચરનો હોદ્દો આપવામાં આવે, તથા હેલ્પર અને આસિ. પ્રિ સ્કૂલ ટીચરનો હોદ્દો આપવામાં આવે, ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ પહેલા આંગણવાડી ક્ષેત્રે કામ કરતા સંગઠનો સાથે ચર્ચા-વિચારણા કરીને તેમજ તેમના સૂચનો માટે બેઠક યોજવાની પણ આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બિસ્માર માર્ગોની સમસ્યાથી જનતા વ્યથિત…

ProudOfGujarat

ગોધરા શહેરની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા સિંધી વેપારી દ્વારા ગરીબ વિધવા બહેનોને જરૂરી રાશન અને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરાની 5 વર્ષીય આરાધ્યા એ એકસાથે બે રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!