Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનાં ઉપ સરપંચ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયાં.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં ઉપ સરપંચ પી.સી.પટેલ આજે તેમના નીકટના કાર્યકરો સાથે કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયા હતા. રાજપારડીના સરપંચ પદમાબેન વસાવા તાજેતરમાં જિલ્લા પંચાયતની ચુંટણીમાં રાજપારડી બેઠક પરથી વિજેતા થતાં રાજપારડીના સરપંચની જગ્યા હાલ ખાલી પડતા ઉપ સરપંચ પી.સી.પટેલે આજરોજ રાજપારડી ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ભુતપૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી.સી.પટેલ આજે જિલ્લા પંચાયત સદસ્ય પદમાબેન વસાવા, ગામ અગ્રણી ભુપતસિંહ કેશરોલા, ભાજપા અગ્રણીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ, રોહિત શાહ, દિનેશ વસાવા, હિરલ પટેલ તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે પી.સી.પટેલે જણાવ્યુ હતુ કે તાલુકા જિલ્લા રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે મને ભાજપામાં જોડાવાનું ઉચિત લાગતા હું ભાજપામાં જોડાયો છુ. હું રાજપારડીના સર્વાંગી વિકાસ માટે હંમેશ કટિબદ્ધ રહીશ એવી લાગણી તેમણે ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણના ફૂટવેરના વેપારીઓએ જીએસટી વધારાનો વિરોધ કરી મામલતદારને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ખેડા માતરના ઉંઢેલા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારો થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ પરણીતાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે દુષ્પ્રેરિત કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!