Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સ્ટેટ બેંકનાં સિક્યુરિટી કર્મચારી કોરોના પોઝિટિવ થતાં શાખા બે દિવસ બંધ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકા મથક હોવાથી લોકોની આવન-જાવન રહે છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે. એક તરફ જિલ્લાનું આરોગ્ય વિભાગ રસીકરણમાં વ્યસ્ત છે ત્યારે કોરોનાના સંક્રમિત કેસોમાં પણ ઉછાળો આવ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. આજરોજ ઝઘડિયા સ્ટેટ બેન્ક શાખામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સોમવાર અને મંગળવાર બે દિવસ શાખા બંધ રાખવામાં આવી છે. બુધવારથી શાખા રાબેતા મુજબ શરૂ થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, તેમ જાણવા મળ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાજપારડી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

સેવાશ્રમ હોસ્પિટલ નજીકનું ટોયલેટ બ્લોક બૌડા દ્વારા તોડી નંખાયું. ડિમોલિશન અંગે કાયદાના દાવપેચ ખેલાયા.દીવાલો અંગે મનાય હુકુમ લાવતી સેવાશ્રમ હોસ્પિટલ…

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રાજીવ ગાંધીની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!