Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : બાવાગોર દરગાહ તા.૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રખાશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. આ ધર્મસ્થાનની ભારતભરના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ગણના થાય છે. હાલમાં વૈશ્વિક કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ઘણા ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

ઝઘડીયા તાલુકાની હઝરત બાવાગોરની દરગાહ પણ તા.૧૨ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરગાહ વહિવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવાના પગલા રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ ભુતપ્રેતના વળગાડવાળી અને મેલીવિધ્યાની અસરવાળી વ્યક્તિઓ માટે પરમ આસ્થાનું પ્રતિક મનાય છે. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયા પછી રાજય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે તેના અનુસંધાને દરગાહ તા.૩૦ મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય મદદનીશ વહિવટદાર મહંમદભાઇ સીંધી દ્વારા લેવામાં આવ્યો હોવાનું જણાવાયુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ ની શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના સમય માં ફેરફાર ને લઇ આજ રોજ રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે હોબાળો થયો હતો…….

ProudOfGujarat

છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ એ મોરબી જિલ્લાના ચરાવડા ગામેથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એલર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!