Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીમાં ચાર દિવસ ગ્રાહકોની ભીડ નહિ જામતા સંક્રમણ ઘટવાની આશા…

Share

કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવા ઠેરઠેર સ્વેચ્છિક લોકડાઉનો કરાતા દેખાઇ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ અને પંથકના ગામોમાં પણ ઘણાબધા કોરોના પોઝિટિવ કેસો બહાર આવતા આ વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપથી વધે એવી દહેશત ઉભી થવા પામી હતી.

ઉલ્લેખનીય છેકે રાજપારડી નગર તેની આજુબાજુના અસંખ્ય ગામડાઓ સાથે ધંધાકીય સંબંધો ધરાવતુ મહત્વનું વેપારી મથક હોઇ, આજુબાજુની ગ્રામીણ જનતાની રાજપારડીમાં રોજિંદી હાજરી દેખાતી હોય છે. દુકાનો પર જામતી ભીડને કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે એવી દહેશતને લઇને રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ અને ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલાએ સંયુક્ત એલાન કરીને રાજપારડીના બજારને તા.૧૫ મીથી લઇને તા.૧૮ મી સુધી સંપૂર્ણપણે બંધ રાખવાની અપીલ કરી હતી. આ લખાય છે ત્યારે આજે આ ચાર દિવસીય સ્થાનિક સ્વયંભુ લોકડાઉનના પ્રથમ દિવસે દવાઓ, દુધ અને ફળોને બાદ કરતા રાજપારડીના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે દવાઓ, દુધ અને ફળોની નાનીમોટી બિમારીઓમાં જરૂર પડતી હોય છે, વળી હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોઇ, દુધ અને ફળોની રોજા ઇફતારી સમયે જરૂર અનુભવાય છે. રાજપારડી નગરમાં ચાર દિવસીય સ્વયંભુ લોકડાઉનના પહેલા દિવસે સ્થાનિક તંત્રની અપીલને વેપારીઓએ પૂરો સહયોગ આપીને નિભાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દેડીયાપાડા, ગરૂડેશ્રર, નાંદોદ તાલુકાનાં 12 ગામોમાં પોષણ અભિયાન અંતર્ગત “ સમજો તો સારૂ” નાટક ભજવાયું

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કોલીવાડા એલ એન્ડ ટી કંપનીનાં પ્લાન્ટ સામે ગ્રામજનોનો કલેકટરમાં હોબાળો…

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!