Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા : ઉમલ્લાનાં પાંચ વર્ષનાં બાળકે જીંદગીનો પ્રથમ રોજો રાખ્યો.

Share

હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલે છે. રમઝાન માસ એટલે રોજા (ઉપવાસ) નો મહિનો. મુસ્લિમ સ્ત્રી પુરુષો પર રમઝાન માસના રોજા ફર્જ હોય છે. પવિત્ર રમઝાન માસમાં નાના બાળકો પણ રોજા રાખતા હોય છે અને કોઇ બાળક જ્યારે તેની જીંદગીનો પ્રથમ રોજો રાખે તે બાબત તેના માટે જીવનનું એક અમૂલ્ય નજરાણુ બની જતુ હોય છે. ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતા પાંચ વર્ષના નાના બાળક મહંમદ સિદ્દીક ખત્રીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી. રોજો એટલે વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સૂર્યાસ્ત સુધી ખાવુ પીવુ વિ.માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો, એનું નામ રોજો. અત્યારની કાળઝાળ ગરમીમાં પાંચ વર્ષના નાના બાળકે તેની જીંદગીનો પ્રથમ રોજો રાખીને દુઆઓ માંગી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની જાતિના પ્રમાણપત્ર મામલે એ ડીવીઝન પોલીસને ગુનો દાખલ કરી 30 દિવસમાં કોર્ટને રિપોર્ટ કરવા કોર્ટનો આદેશ .

ProudOfGujarat

સુરતના નવા કલેકટર તરીકે આજે આયુષ ઓકની નિમણુંક કરાઈ.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!