Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં જુનાટોઠીદરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા.

Share

ઝઘડિયા તાલુકાના જુનાટોઠીદરા ગામે પોલીસે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના જુનાટોઠીદરા ગામે બંકિમ રાયસીંગભાઈ પાટણવાડીયાના ઘરના વાડાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તાનો જુગાર રમે છે. પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમીવાળા સ્થળે ઘરના પાછળના વાડાની ખુલ્લી જગ્યામાં છાપો મારતા કેટલાક ઇસમો કુંડાળું કરી જાહેરમાં જુગાર રમતા જણાયા હતા. રાજપારડી પોલીસે કોર્ડન કરી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડયા હતા. પાંચેય જુગારીયાઓની અંગજડતી કરતા રોકડા રૂપિયા તથા મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૨,૦૨૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે ભુપેન્દ્ર વજેસિંગ વિરજાયા, નરેશ ગોરધનભાઈ વસાવા, નિતેશ દેવસિંગ વસાવા, કાભાઈ મંગાભાઈ વસાવા, રાયસીંગ ભયજીભાઈ પાટણવાડીયા તમામ રહેવાસી જુનાટોઠીદરા તા.ઝઘડિયાની ધરપકડ કરી હતી. કોરોના સંક્રમણ ફેલાય અને એકબીજાની જિંદગી જોખમાય તે રીતે તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ રાખીને ટોળુ વળી જુગાર રમતાં પકડાઇ ગયેલ હોઇ, તેઓની વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજમાં ઇદુલ્ફીત્ર ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુના દર્દીઓ વધતા આયુર્વેદ શાખા દ્વારા અમૃત પેય ઉકાળા વિતરણ શરૂ.

ProudOfGujarat

જામનગર : કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ : ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસતાં ઘરો ડૂબ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!