Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં પ્રાંકડ ગામે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે ગઇ રાત્રે એક મકાનમાં ચોરી થવા પામી હતી. તસ્કરો રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ- રૂ.૨,૯૨,૯૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ નજીકના પ્રાંકડ ગામે રહેતા દિલિપસિંહ છત્રસિંહ પ્રાંકડાના મકાનના પાછળના ભાગે જાળીને લગાડેલ તાળુ મારવાના નકુચાને કોઇ સાધન વડે તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તીજોરી ખોલીને તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.૨,૯૨,૯૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ગરમીમાં પરિવાર બહાર ઓટલા પર સુતુ હતુ ત્યારે તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા હતા. ચોરી થયાનું જણાતા ઘર માલિક દિલિપસિંહ છત્રસિંહ પ્રાંકડા રહે.ગામ પ્રાંકડ તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રાજપારડી પીએસઆઇ જાદવ, નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ તેમજ એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઇને તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નિ:સહાય વિધવા મહિલાઓને રૂ.5000 ચૂકવવા જિલ્લા હિતરક્ષક સમિતિના ખુમાનસિંહની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ સપાટીએ : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ આપવામાં આવી.

ProudOfGujarat

સાંજે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળેલ બે વ્યક્તિઓને અજાણ્યા વાહને અડફેટ માં લઇ તેમના મોત નિપજ્યા હતા …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!