Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાથી ખારીયા જવાના રોડની બદતર હાલતથી જનતાને હાલાકી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગામડાઓને જોડતા રસ્તાઓ પૈકી કેટલાક ગામડાઓને તાલુકા મથક સુધી જોડતા રસ્તા બિસ્માર હોવાથી જનતા હાલાકિ ભોગવે છે. ઝઘડીયાથી વાલિયા તાલુકાને જોડતો રોડ પણ બિસ્માર હાલતમાં છે. ઝઘડિયાથી ખારીયા ગામને જોડતો રોડ પણ તદ્દન ખરાબ થઈ ગયો છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં પાંચથી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી છે તથા ઝઘડિયા આઈટીઆઈ પણ આજ ખારીયા રોડ પર આવેલી છે. આ રોડની ખરાબ હાલતને કારણે ઝઘડિયાના રહીશો તેમજ ખારીયા ગામના રહીશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.

ઝઘડિયા આઇટીઆઇના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ આ રોડનો ઉપયોગ કરતા હોઇ, તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. ચોમાસા દરમિયાન રોડ ઠેર-ઠેર તુટી ગયો છે અને ખાડાઓ પાણીથી ભરાય રહેતા હોવાથી વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડના સમારકામ બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં આજદિન સુધી નિરાકરણ આવેલું નથી. ઝઘડિયા ગ્રામ પંચાયતની હદની સોસાયટીના રહીશો તેમજ ખારીયા ગામના રહીશો આ રોડના સમારકામની કામગીરી તાત્કાલિક શરુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી ર‍ાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

પંચમહાલ : મોરવા હડફની પેટા ચૂંટણીમાં મતદારોને કોરોનાથી સુરક્ષિત કરવા તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા…

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ દુબઈમાં અદભૂત સ્કાયડાઇવિંગનો વીડિયો શેર કર્યો.

ProudOfGujarat

અમરેલી-બાબરાનાં કીડી ગામમાં કોંગો ફિવરથી યુવકનું મોત : આરોગ્ય વિભાગ દોડતું થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!