Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા નજીક કન્ટેનરના ચાલક સાથે બે ઇસમો બાખડયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક એક બોલેરો ગાડીમાં આવેલ બે ઇસમોએ એક કન્ટેનર ચાલકને રોકીને માર મારીને કન્ટેનરનો ક‍ાચ તોડી નાંખ્યો હતો. આ અંગે ઝઘડીયા પોલિસમાંથી મળતી વિગતો મુજબ હિમાચલપ્રદેશનો રહીશ સિમરનજીતસિંગ મોહિન્દરસિંગ નામનો વાહન ચાલક પોતાનું કન્ટેનર લઇને ઝઘડીયા નજીકની એક કંપનીમાંથી ઝઘડીયા તરફ આવી રહ્યો હતો ત્યારે તે દરમિયાન ઝઘડીયા ત‍ાલુકાના સેલોદ ગામ નજીક એક બોલેરો ગાડીમાં આવેલ ઇસમોએ તેમની ગાડી પાછી વાળીને આ કન્ટેનરને ઓવરટેક કર્યુ હતુ.

ઝઘડીયાની વાલિયા ચોકડી નજીક કન્ટેનરને ઉભુ રખાવીને બોલેરો ગાડીમાં આવેલ ઇસમોએ આ કન્ટેનર ચાલકને જણાવ્યુ હતુ કે તુ કેમ અમારી ઉપર તારી ગાડી ન‍ાંખીને ભાગે છે? એમ કહીને બોલેરો ગાડીમાં આવેલ બે ઇસમોએ કન્ટેનરના કાચ તોડી નાંખ્યા હતા તેમજ કન્ટેનર ચાલકને સળિયાના સપાટા મારીને શરીરના વિવિધ ભાગોએ ઇજા પહોંચાડી હતી. આ જીવલેણ હુમલામા ઇજાગ્રસ્ત થયેલ સિમરનજીતસિંગ મોહિન્દરસિંગ રહે.હિમાચલ પ્રદેશનાએ બોલેરો ગાડીમાં આવીને જીવલેણ હુમલો કરીને તેના વાહનને નુકશાન કરનાર બે ઇસમો અનિલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ તેમજ સમીરભાઇ મહેબુબભાઇ નકુમ બન્ને રહે.ઝઘડીયા જિ.ભરૂચના વિરુદ્ધ ઝઘડીયા પોલિસમ‍ાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગત રાત્રી ના સમયે મંગલમ રેસીડન્સી ના પાર્કીગમા આગ લાગતા ૬ મોટર સાયકલ બળી ને ખાખ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં ત્રણ દિવસીય એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીનો માતાજીના માંડવામાં ધુણવાનો વિડિઓ થયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!