Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીની ફેર સમીક્ષા જરુરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં બીપીએલ ય‍ાદીની સમીક્ષા કરવાની જરુર જણાય છે. સામાન્યરીતે યોગ્ય અને સરકારી નિયમ મુજબના ગરીબ પરિવારોનો બીપીએલ યાદીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. બીપીએલ યોજનામાં સમાવિષ્ટ લાભાર્થીઓને તેમની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ આંકડાકીય સ્કોર અપાતા હોય છે.બીપીએલ યોજનામાં સમાવાયેલ લાભાર્થીને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મળવાપાત્ર લાભ મળતા હોય છે. સામાન્યરીતે ઝીરોથી સોળ સુધીના બીપીએલ સ્કોર ધરાવતી વ્યક્તિઓને આવા સરકારી લાભ યોગ્ય પ્રમાણમાં મળતા હોય છે. ઝઘડીયા તાલુકામાં હાલ જે બીપીએલ ય‍ાદી છે તેમાં ઘણા છબરડા હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.

મળતી વિગતો મુજબ લાંબા સમયથી તાલુકામાં બીપીએલની મોજણી થઇ નથી,એને લઇને ઘણી યોગ્ય વ્યક્તિઓ બીપીએલ યાદીની બહાર હોવાની વાતો સામે આવી છે.જ્યારે કેટલીક વ્યક્તિઓ હાલ આર્થિક રીતે સક્ષમ હોવા છતા પણ બીપીએલ યાદીમાં તેમના નામો હોવાનુ જાણવા મળ્યુ છે. બીપીએલ યાદીને લગતી આ સમસ્યા ઝઘડીયા તાલુકા સહિત ભરૂચ જિલ્લામાં દેખાઇ રહી છે. બીપીએલ યાદીની ફેર સમીક્ષા કરવાની તાકીદની જરુર જણાય છે. ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીનું નવેસરથી તટસ્થ રીતે સર્વે કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે ઝઘડીયા તાલુકામાં બીપીએલની તાકીદે સમીક્ષા અને મોજણી કરીને તેમાં પ્રવર્તમાન અસંગતતાઓ દુર કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ બાઈક ચોરને એમપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

સુરતમાં લોક ડાઉનને પગલે લિંબાયત બેંકો ઉપર લોકો રૂપિયા ઉપાડવા લાંબી લાઈનો લગાવી દેતા પોલીસ કમિશનર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સમજાવ્યા હતા.

ProudOfGujarat

નેત્રંગનું આરોગ્ય વિભાગ કોરોના વાઇરસને લઈને એલર્ટ આદર્શ નિવાસ શાળામાં 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!