Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામે રહેતો ઇરવભાઇ રતિલાલભાઈ વસાવા નામનો યુવક ડેડીયાપાડા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં છેલ્લા ત્રણ વર્ષથી ઇએમટી તરીકે ફરજ બજાવે છે. ગત તા.૨૨ મીના રોજ ઇરવભાઇ સાંજે તેમની બાઇક લઇ ઘરેથી અમદાવાદ ખાતે તા.૨૩ મીના રોજ મેડિકલ તાલીમ હોય ત્યાં જવા નીકળ્યા હતા. ઇરવભાઇ ઝઘડિયા તાલુકાના રૂપનગર એસ.આર.પી.કેમ્પ પસાર કરી ધારોલી જવાના સ્ટેશન પાસેથી પસાર થતા હતા તે વખતે રાતના દસ વાગ્યાના અરસામાં ચાર જેટલા માણસોએ તેમને બૂમ પાડી તેમની બાઈક ઊભી રખાવી હતી. ઇરવભાઈએ તેમની બાઈક ઊભી કરતાં તે લોકો બે બાઇક સાથે તેમની પાસે આવ્યા હતા અને ઇરવભાઈને માં બેન સમાણી ગાળો બોલી કહેલ કે તું આ રસ્તે કેમ જાય છે ? તેમ કહી એક ઇસમે ઇરવને કપાળના ભાગે લાકડીનો સપાટો મારી દીધો હતો તથા અન્ય ત્રણ જેટલા ઈસમોએ મૂઢમાર માર્યો હતો અને કહ્યુ હતુ કે હવે પછી આ રોડ ઉપર ફરી આવતો નહીં જો આવીશ તો તારા ટાંટિયા ભાગી નાંખીશ અને તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપીને તે લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ ઇરવ વસાવા તેના ઘરે પરત જતો રહ્યો હતો.

આ ઘટના અંગે ગતરોજ ઇરવભાઈ રતિલાલભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં જયદીપ વસાવા રહે. ધારોલી અને ભાવેશ વસાવા તેમજ રણજીત વસાવા બંને રહે. માલજીપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અમદાવાદ : ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ, મુખ્ય બે આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat

ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.

ProudOfGujarat

दिलजीत दोसांझ ने सूरमा के क्रू सदस्यों के साथ लिया इफ्तारी का आनंद!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!