Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા નગરમાં આડેધડ પાર્ક કરાતા વાહનો પ્રત્યે પોલીસની લાલઆંખ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજે પોલીસ દ્વારા આડેધડ લોક કર્યા વિના પાર્ક કરેલ વાહનો ઝડપી લેવા ડ્રાઇવ યોજવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ આજરોજ ઝઘડીયા નગરમાં લોક કર્યા વિના મુકેલ ૧૨ જેટલી બાઇકો પોલીસ દ્વારા કબજે લઇને કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી નગરમાં કેટલાક વાહન માલિકો આડેધડ ગમે તે જગ્યાએ લોક કર્યા વિના વાહનો પાર્ક કરીને મુકતા હોવાની વાતો સામે આવી હતી. લોક કર્યા વિના મુકાતા વાહનોની ઉઠાંતરી કરવામાં વાહન ચોરોને ઘણીવાર મોકળુ મેદાન મળી જતુ હોય છે. ઉપરાંત જ્યાં ત્યાં પાર્ક કરી દેવાતા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે આજે ઝઘડીયા નગરમાં લોક કર્યા વિના મુકેલા વાહનો પર પોલીસે લાલ આંખ કરીને સપાટો બોલાવ્યો હતો. ઝઘડીયા પીઆઇ વસાવાના જણાવ્યા મુજબ આ ઝડપાયેલા વાહનો પ્રત્યે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે. ઝઘડીયા નગરમાં આડેધડ લોક કર્યા વિના મુકાતા વાહનો પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા આડેધડ વાહનો મુકતા વાહન માલિકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પાસે આવેલ સાંસરોદ નવી નગરી માં મકાન નો સ્લેબ ધરસાઈ થતા અફરાતફરી મચી…એક નું મોત એક ઘાયલ ….

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં ઝાડાઉલ્ટી તાવના કેસનો વધારો

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સની 2 જી આવૃત્તિ 9 ટકાનો ઉછાળો દર્શાવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!