Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ નજીક કાર ખાડામાં ઉતરી જતા ચાલકનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના હરિપુરા ગામ નજીક એક કાર રાત્રિ દરમિયાન રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી જવાની ઘટનામાં કાર ચાલકનુ કરુણ મોત નીપજ્યુ હતુ, જ્યારે કાર ચાલક સાથે કારમાં આવી રહેલા તેના ૧૧ વર્ષીય પુત્રનો આબાદ બચાવ થયો હતો.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લાના નવા ફળિયામાં રહેતા મિતેષભાઇ જયવંતભાઇ દેસાઇ તા.૬ ઠ્ઠીના રોજ સવારના દસ વાગ્યાના સમયે વડોદરા ખાતે કોમ્પ્યુટરના ક્લાસ કરતી તેમની દિકરી રેનાબેનને મળવા પોતાની કાર લઇને ૧૧ વર્ષીય પુત્ર વિહીતની સાથે વડોદરા ગયા હતા. દરમિયાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પાછા ફરતી વખતે ઉમલ્લા નજીક આવતા સંજાલી અને હરિપુરા ગામના પાટિયાં વચ્ચેથી પસાર થતા બાજુના રોડ ઉપર સામેથી આવતા વાહનના પ્રકાશથી અંજાઇ જવાથી તેઓએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ખાડામાં ઉતરી જતા કાર ચાલક મિતેષભાઇને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ મિતેષભાઇના મિત્ર નિલેશભાઇ પદમકાંતભાઇ પટેલ રહે.ઉમલ્લાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં જઇને જોતા મિતેષભાઇ બેભાન હાલતમાં ડ્રાઇવર સીટ પર પર સ્ટીયરિંગ પર માથુ નાંખી દીધેલ હાલતમાં જણાયા હતા. આ અકસ્માતમાં તેમની સાથે રહેલા તેમના પુત્ર વિહીતને કોઇ ઇજા થયેલ ન હતી. ઇજાગ્રસ્ત બેભાન મિતેષભાઇને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે નિલેશભાઇ પદમકાંતભાઇ પટેલ રહે.ઉમલ્લા,તા.ઝઘડીયાનાએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

ફરી એક વાર 108 ના કર્મચારી દ્વારા 108 એમ્બ્યુલન્સ માં કરાવી ડિલિવરી.

ProudOfGujarat

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!