Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીને હંગામી વીજ જોડાણ આપવાના હેતુસર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૨૦૦/૧૧ કેવીનું વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું. ગતરોજ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તેમજ વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પણ કરવામાં આવ્યુ હતુ. વીજ કંપનીના નાયબ ઇજનેર મનીષ પટેલ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન કરીને તેમાંથી ૩૮૦ લીટર ઓઇલનો જથ્થો ચોરાયો હોવાની જાણ થઇ હતી. આનાથી વીજ કંપનીને રૂ. ૨૩૮૦૦ નું નુકસાન થયુ હોઇ નાયબ ઈજનેર મનીષકુમાર પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે ”દિવ્યાંગ સાધન સહાય વિતરણ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ તવરા રોડ પાસે ખુલ્લી જગ્યામાં અચાનક આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

ProudOfGujarat

ગુજરાતમાં દારૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્‍યક્‍તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજીથી વેચાણ કરી શકશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!