Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં ફુલવાડી ગામની સીમમાંથી ૮ ફુટ લાંબો અજગર ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામની સીમમાંથી અંદાજે ૮ ફુટ લાંબો અને ૨૦ કીલો વજન ધરાવતો અજગર સલામત રીતે ઝડપી લેવાયો હતો.

ઝઘડીયા વનવિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામની સીમમાં આવેલ એક શેરડીના ખેતરમાં અજગર નજરે પડતા ખેડૂતે વનવિભાગને જાણ કરી હતી. ઉપરાંત ઝઘડીયાની સેવ એનિમલ ટીમને પણ અજગરની માહિતી મળતા ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી અજગરને સલામત રીતે ઝડપી લઇને વનવિભાગને સોપ્યો હતો. વનવિભાગ દ્રારા ઝડપાયેલા અજગરને સુરક્ષિત અને ખોરાક પાણી મળે રહે સ્થળે મુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ શેરડી કટીંગની સીઝન ચાલતી હોવાથી શેરડી કટીંગ દરમિયાન ખેતરોમાંથી દિપડા તેમજ અજગર જેવા સરિસૃપ વર્ગના પ્રાણીઓ બહાર નીકળતા હોય છે.

Advertisement

ગુલ‍ામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

સુરત : બઢતીનાં લાભ આપવામાં એસ.ટી તેમજ પછાતવર્ગ સાથે અન્યાય થયો હોવાના વ્યારાનાં ધારાસભ્યનો આક્ષેપ…

ProudOfGujarat

ગોધરા : લક્ષ્મીનગર સોસાયટી પાસેના કોમન પ્લોટના ખાળકુવામાં પડી જતા આશાસ્પદ બાળકનું મોત, ખાળકુવા બનાવનાર માલિક સામે કાર્યવાહીની માંગ..

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!