Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા તથા રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી સ્થાનિકો પરેશાન…

Share

સતીશ વસાવા, ઉમલ્લા, ઝગડીયા

સ્ટેચ્યુ ઑફ યુનિટી ને લયી ને મોટા મોટા બમણા ફૂકતી સરકાર અંકલેશ્વર થી રાજપીપલા ફોર લેન હાઇવે નું કામ કોન્ટ્રાકટર દ્વવારા અર્ધ વચ્ચે બંધ કરી અઘરું કામ હોવાથી હાઇવે ની કફહોળી હાલત થઈ જવા પામી છે… તંત્ર દ્વારા જયારે કોઈ રાજનેતા અથવા સરકારી કાર્યક્રમ યોજવમાં આવેછે તયારે રસ્તા ના ખાડા તાત્કાલિક ધોરણે પુરી દેવામાં આવેછે. પરંતુ રોજબરોજ આ વિસ્તાર ના લોકો ને પડતી મુશ્કેલી વિશે બધાજ પક્ષો ના કર્યકરો તથા કોઈ નેતા એ પણ હજુ સુધી સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી નથિ. ચાર રસ્તાની આસપાસના ગામો તથા નગરો ના દુકાનદારો ઉડતા ડસ્ટથી ત્રાહિમામ પોકારી ગયા છે.વહિવટી તંત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનુ સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.ઉમલ્લાથી ઝઘડીયા સુધીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બનતા જનતા ભારે હાલાકી ભોગવી રહી છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરની મધ્યમાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ફોરલેન માર્ગ બિસ્માર બનતા વાહનોની અવરજવરના પગલે ધૂળ ઘણી ઊડતી હોય જેના કારણે કોઇ મોટો અકસ્માત થવાની શકયતાઓ સેવાઇ રહીછે વળી ભારદ્વારી વાહનોની સતત અવરજવરના પગલે રાત-દિવસ વારંવાર ડસ્ટ ઉડતો હોવાથી રીતસર ધુમ્મસ ફેલાયુ તેવો માહોલ ઉભો થાયછે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યોછે વળી રાજપારડી તથા ઉમલ્લા નગરના ચાર રસ્તા નજીકના દુકાનદરો પણ ડસ્ટ ઉડવાની સમસ્યાથી ત્રસ્ત બન્યાછે. દિવસ રાત ભારે માત્રામાં ડસ્ટ ઉડવાથી ડસ્ટના જીણા રજકણો દુકાનદારોના માલ ઉપર ચોંટી જતા દુકાનદારોના માલની ચમક ફીકી પડી જાયછે જેના કારણે વેપારીઓને પણ નુકશાન વેઠવાનો વારો આવેછે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પ્રવાસીઓ વધુ સંખ્યામાં આવે તે માટે તંત્ર દ્વારા ફોરલેન માર્ગ બનાવાયો છે. પરંતુ ચાલુ સાલે વરસાદમાં અધૂરું કામ કર્યા પછી વધુ માર્ગ ઠેરઠેર ધોવાય જતા મસમોટા ગાબડાઓ પડયાછે. ખાલી ડામર વીના પુરી દીધેલા ગાબડાઓમાંથી માર્ગમાં વપરાતુ મટીરિયલ્સ છુટુ પડી જતા ઠેરઠેર ડસ્ટ ઉડવા માંડ્યોછે. જોવું એ રહ્યું કે તંત્ર આ માર્ગને દુરસ્ત કરે છે કે નય જેના થી સ્થાનિક દુકાનદારો તેમજ વાહન ચાલકોને ડસ્ટની સમસ્યાથી છુટકારો મળશે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદે તેજસ પટેલની બિનહરીફ વરણી કરાઇ.

ProudOfGujarat

જંબુસર નગરપાલિકાના સફાઇ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઇને મુખ્ય અધિકારીને લેખિત આપ્યું લેખિતમાં જણાવ્યું છે કે દિન પંદરમાં પાડતા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળનો આશરો લેશે..

ProudOfGujarat

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!