Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે સંદિપ પટેલની વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયત ખાતે આજરોજ ઉપસરપંચની વરણી માટે બેઠક મળી હતી. તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફુલવાડીના ગામ અગ્રણીઓ નરેન્દ્રભાઈ પટેલ તેમજ કિરણભાઈ પટેલ સમર્થિત પેનલના કુલ આઠમાંથી છ ઉમેદવારો વિજયી થયા હતા, અને સરપંચ પદે રામુભાઈ શંકરભાઈ વસાવા ચૂંટાઈ આવ્યા હતા. આજરોજ ઉપસરપંચની વરણી માટે અધ્યાસી અધિકારી યાશીનભાઇ વોરાના અધ્યક્ષ સ્થાને મળેલ ગ્રામ પંચાયતની બેઠકમાં ઉપસરપંચ તરીકે સંદિપભાઈ કંચનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ અને ઉપ સરપંચે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ ગામના વિકાસ માટે પોતાનું યોગદાન આપવા હંમેશાં પ્રયત્નશીલ રહેશે અને ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનોનો સહયોગ મળતો રહે તેવી લાગણી સાથે પોતાને વિજયી બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદ : વડતાલમાં ૬૩ મી રવિસભામાં પક્ષીઓ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાનું વિતરણ.

ProudOfGujarat

ટોક્યો ઓલોમ્પિક્સ : સુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા કોગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!