Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પડવાણીયા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે રમેશભાઈ વસાવાની વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે હાલમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ સાત પેનલો ચુંટણી જંગમાં હતી. જેમાં સરપંચ તરીકે સીમાબેન ઉમેશભાઇ વસાવાની ૧૨૪ મતોની સરસાઇથી જીત થઇ હતી. પડવાણીયા, દરિયા, પીપરીપાન, ગુલાફળિયા તેમજ દમલાઇ એમ પાંચ ગામો ધરાવતી પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ સીમાબેન વસાવાની પેનલના કુલ આઠમાંથી છ સભ્યો વિજયી થયા હતા. આજરોજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે તલાટી અને અધ્યાસી અધિકારી જસવંતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ ઉપ સરપંચની ચુંટણીમાં ઉપ સરપંચ તરીકે રમેશભાઈ પારસીંગભાઇ વસાવાને જાહેર કરવામાં આવતા ગ્રામજનો અને અગ્રણીઓએ તેમને વધાવી લીધા હતા. આ પ્રસંગે ઉમેશભાઇ વસાવા, કનુભાઇ વસાવા સહિત ગ‍ામ અગ્રણીઓએ નવ નિયુક્ત સરપંચ ઉપ સરપંચને અભિનંદન આપ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સને 2010થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા વર્ષના પ્રથમ દિવસથી નિવેદનના માધ્યમ દ્વારા ફટાફટ કરી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પર જોહુકમીનો આક્ષેપ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!