Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના સારસા ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વયોવૃદ્ધ નાગરિકો અને કોરોના યોદ્ધાઓનું કરાયુ સન્માન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ પ્રેમીલાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. અત્રે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ, સરપંચ પ્રેમીલાબેન વસાવા, યુવા કાર્યકરો હિરલ પટેલ તેમજ સતિષ પટેલ, ઉપ સરપંચ ભાવિશાબેન પટેલ માજી સરપંચ ચંદુભાઇ વસાવા, પ્રા.શાળાના આચાર્ય સુરેશભાઈ ચૌહાણ, તલાટી સુરેશભાઈ પરમાર, પંચાયત સદસ્યો ચંપાબેન વસાવા, કિરણ કપ્તાન, ગંગાબેન વસાવા, બાબરભાઇ પરમાર તેમજ નર્મદાબેન વસાવા અને ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ દ્વારા ગામની ૩૫ જેટલી વયોવૃદ્ધ વ્યક્તિઓનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના મહામારી દરમિયાન સેવા આપનાર નવ જેટલા કોરોના યોદ્ધાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અવળી ગંગાઃ શાદી ડોટ કોમ પરથી શોધેલો મુરતિયો યુવતીને છેતરી 76 હજાર લઈ ગયો

ProudOfGujarat

અમદાવાદ સરસપુરમાં સ્ટેટ મોનિટરીંગ ટીમે દારૂની બોટલો સાથે 8.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 7 ફરાર

ProudOfGujarat

રાજપીપલા: નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!