Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ન્યુ બર્ગ કંપનીમાંથી સ્ટીલની પ્લેટો કિંમત રૂ.70 હજારની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

અંકલેશ્વર અને પાનોલી જી.આઈ.ડી.સી.માં ચોરી કરતા ચોર બંગાળીઓની નજર હવે ઝઘડીયા જીઆઇડીસી પર પડી છે. થોડા દિવસ અગાઉ એક ટેમ્પો MTZ કંપની પાસે ઝડપાયો હતો. જેમાં આ ટેમ્પો અંકલેશ્વરમાં ભંગારીયાનો હોવાનું બહાર આવ્યું હતું ત્યાં હજુ પોલીસ તપાસ કરે છે ત્યારે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ન્યુ બર્ગ એન્જિનિયરિંગ કંપનીમાં ત્રણથી ચાર જેટલા લોકો કંપનીના કમ્પાઉન્ડની દીવાલ કૂદી ખુલ્લા પ્લોટમાંથી સ્ટીલની પ્લેટો 175 કિલો તેની બજાર કિંમત 75 હજાર જેટલી થાય છે તે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીના અધિકારીને જાણ થતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણથી ચાર જેટલા ચોરો સ્ટીલની પ્લેટોની ચોરી કરી જતા નજરે પડયા હતા. આ મામલે ઝઘડિયા પોલીસને જાણ કરતાં ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

હાર્દિક પટેલ આજથી શરૂ કરશે આમરણાંત ઉપવાસ, કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેના સમર્થનમાં ઉતર્યા-હાર્દિક-હુંકાર અને હોબાળા બાદ અટકાયત..જોવા મળશે આજે..?

ProudOfGujarat

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ

ProudOfGujarat

ઝઘડિયામાં ‘ખુશાલી સેહત’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્તન કેન્સર જાગૃતતા અંગે આંગણવાડી અને આશા કાર્યકરની તાલીમ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!