Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે અખાધ ગોળના જથ્થા સાથે ત્રણ વેપારીઓ ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે પોતાની દુકાનમાં અખાધ મનાતા ગોળનો જથ્થો રાખનાર ત્રણ વેપારીઓ ઝડપાયા હતા.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતિ મળી હતી કે ધારોલી ગામે ત્રણ વ્યક્તિઓ ગોળ મહુડા ફટકડી વિ.નો ધંધો કરે છે. પોલીસે મળેલ માહિતિ મુજબ ધારોલી ગામે જઇને આ બાબતે તપાસ કરી હતી. ધારોલીના મોદી ફળિયામાં રહેતા પ્રવિણભાઇ ચંદુભાઇ મોદીની દુકાનમાં તપાસ કરતા ૫ ડબ્બામાં અખાધ મનાતો ગોળ મળી આવ્યો હતો. ત્યારબાદ નજીકમાં રહેતા મુકેશભાઇ નગીનભાઇ મોદીની દુકાનમાં તપાસ કરતા ૩ ડબ્બામાં ભરેલ અખાધ મનાતો ગોળ મળી આવ્યો હતો. ઉપરાંત રાકેશભાઇ મહેશભાઇ મોદીની દુકાનમાં પણ તપાસ કરતા ૨ ડબ્બા ગોળ મળ્યો હતો. આમ પોલીસને તપાસ દરમિયાન કુલ ૧૦ ડબ્બામાં ભરેલ રુ. ૫૦૦૦ ની કિંમતનો ગોળ મળી આવ્યો હતો. ધારોલી ગામેથી મળી આવેલ આ અખાધ મનાતા અર્ધ પ્રવાહીવાળા ગોળના નમુના વધુ તપાસણી માટે એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. પોલીસે હાલતો આ અખાધ મનાતા ગોળનો જથ્થો રાખનાર આ ત્રણ ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મહત્વના વેપારી મથકો ઉપરાંત ઘણાબધા નાના ગામોએ પણ દેસી દારુ બનાવવામાં ઉપયોગી અખાધ ગોળ અને ફટકડીનું ધુમ વેચાણ થાય છે. તાલુકાના ઘણા મોટા વેપારીઓના ગોડાઉનોમાં ટ્રકબંધી દારુનો ગોળ રખાતો હોવાની વ્યાપક લોકચર્ચાઓએ પણ જોર પકડયુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નર્મદા જિલ્લાની પી.એચ.સી પર ગેરહાજર રહેનાર તબીબી અધિકારી આજે હાજર થતા કોરોના આયુર્વેદિક હોસ્પિટલમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ, આગેવાનોના પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કેવડીયામાં નવું ટ્રાફિક પોલીસ મથક ઉભું કરવા રાજ્ય સરકારની મંજૂરી,કુલ 85 પોલીસ કર્મીઓનું મહેકમ મંજુર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!