Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાં અકીકના પત્થરો ચોરતી ટોળકી ઝડપાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી અકીકના પત્થરની ચોરી કરતા ચાર ઇસમોને ઝઘડીયા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી કેટલાક ઇસમો અકીકના પત્થરોની ચોરી કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં ચાર ઇસમો હાજર જણાયા હતા. પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા ત્યાંથી અકીકના પત્થરોની ચોરી થઇ રહી હોવાનું જણાયું હતું. ઘટના સ્થળ પરથી પોલીસે આ ગુનામાં વપરાયેલ એક ટ્રેકટર, એક હાઇવા ડમ્પર, એક જેસીબી, બે મોટરસાયકલ તેમજ ૨૫ ટન જેટલા અકીકના પત્થરો સહિત કુલ રુ.૨૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી બાબુભાઇ ચંદુભાઇ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડીયા, રાકેશભાઇ શનુભાઇ જોગી રહે.સાંકડીયા તા.ઝઘડીયા, સુનિલભાઇ ભીખાભાઇ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડીયા તેમજ અરવિંદભાઇ સોમાભાઇ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડીયા જિ.ભરૂચનાને મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકો ભૌગોલીક દ્રષ્ટિએ ભરૂચ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તાલુકો વિપુલ ખનીજ સંપતિ ધરાવતો વિસ્તાર હોઇ તાલુકામાં ખનીજ માફિયાઓ સક્રિય બન્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં રિંગરોડ બ્રિજ પર કારચાલકે બાઇકસવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત, અકસ્માતને પગલે 1 કિમી સુધી ટ્રાફિક જામ

ProudOfGujarat

ભરૂચનાં વાતાવરણમાં અચાનક પલટો….તેજ પવનો ફૂંકાયા સાથે વરસાદનું આગમન….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી કરનાર “પંજાબી ગેંગ” ના સાગરીતો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!