Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાનાં નવી તરસાલી ગામની ગટરનું ગંદુ પાણી વારંવાર પાળ તૂટી જવાથી ખેડૂતોનાં ખેતરમાં જતાં નુકસાની વેઠવાનો વારો.

Share

ઝધડીયાનાં નવી તરસાલી ગામની ગંદા પાણીની ગટર ગામની બહાર બનાવેલ નાના તળાવની પાળ તૂટવાથી વારંવાર આજુબાજુના ખેડૂતોના ખેતરમાં ગંદુ પાણી ઘુસી જવાના કારણે પોતાના પાકને નુકશાન વેઠવાનો વારો આવે છે.

આજરોજ પણ નવી તરસાલી ગામની ગટરનું પાણી ભાલોદના એક ખેડૂતના ગુલાબનાં ખેતરમાં અને ઇન્ડિયન ઓઇલની પાઇપ લાઈન નાંખવાના ખાડામાં ગંદુ પાણી ઘૂસી જતા આખા ખેતર સહિતના વિસ્તારમાં દુર્ગંધ વાળું ગંદુ પાણી જોતા જ ખેડુતઓએ JCB મશીન દ્વારા પાળ બાંધી પાણી રોકયું હતું.

ઉલ્લેખનીય છે કે વારંવાર ખેડૂતો દ્વારા નવી તરસાલી ગ્રામપંચાયત અને સરપંચને પણ ગંદા પાણી મામલે મૌખિક રજુઆત કરતા પણ કોઈ પગલાં લેવાતા નથી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા સહિત અન્ય તાલુકામાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC માંથી શંકાસ્પદ મોબાઈલો સાથે એક ઇસમને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

લીંબડી ટાંકી ચોક પાસે બે મહાકાય પીપળાના ઝાડ ઉગી નીકળલ છે જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!