Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના નાનાસાંજા નજીકથી બાયોડિઝલ ભરેલ ટેન્કર ઝડપાયુ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામ નજીકથી પ્રતિબંધિત બાયો ડિઝલ લઇને જતુ ટેન્કર પોલીસે ઝડપી પાડ્યુ હતુ.ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને મળેલ બાતમી મુજબ નાના સાંજા ફાટક પાસે પ્રતિબંધિત બાયો ડિઝલનું વેચાણ કરતા ટેન્કરના ચાલકને પુછતા તેણે તેનું નામ નીખીલ ગુણવંતરાય રહે.ઝાડેશ્વર જણાવ્યુ હતુ.પોલીસની તપાસમા વાહન માલિકનુ નામ ધર્મેન્દ્રસિંહ રાઠોડ રહે.મકતમપુર રોડ ભરુચ જણાયુ હતુ. આ ટેન્કરમાં ૨૦૦૦ લિટર જેટલુ બાયો ડિઝલ ભરેલુ હતુ.પોલીસે ટેન્કર અને બાયો ડિઝલ મળી કુલ રૂપિયા ૫,૭૨૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને ટેન્કર ચાલક નીખીલની અટકાયત કરીને ક‍યદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઝઘડીયા પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર બાયો ડિઝલનો વેપલો કરતા ઇસમોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

ઓવર બીલ આપતું સ્માર્ટ મીટર : ભરૂચમાં એક ગ્રાહકનું બીલ ૧૦ ગણુ વધીને ૮૩ હજાર આવ્યું

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં બારડોલી હોસ્પીટલ, બારડોલી દ્વારા સર્વ રોગનિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર પિયુષ ગજ્જરને પિતૃ શોક, પિતા નાગરભાઇ મિસ્ત્રીનું નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!