Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા ખાતે ચાર જિલ્લાના અધિકારીઓ માટે કાનૂની અને તપાસલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો

Share

 

નર્મદા જિલ્લામાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનશ્રીની કચેરી દ્વારા તથા જિલ્લા સરકારી વકીલશ્રી, નર્મદાની કચેરીના સહયોગથી SoulBay by JPW Resort, ગરુડેશ્વર ખાતે ચાર જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ માટે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી એ. આર. પટેલ સાહેબ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી નર્મદા શ્રી એસ. વી. વ્યાસ સાહેબ, ફેમિલી જજશ્રી હિરપરા સાહેબ તથા એડિશનલ સેશન્સ જજ શ્રી કે. આર. પંડ્યા સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ કાર્યક્રમમાં નર્મદા સહિત ચાર જિલ્લાના જિલ્લા સરકારી વકીલશ્રીઓ, મામલતદારશ્રીઓ, તબીબશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ તથા પ્રોસિક્યુશન વિભાગના અધિકારીશ્રીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન NDPS એક્ટ, POCSO એક્ટ, Dying Declaration તથા Scene of Offence, Panchanama અને Spot Map જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે નિષ્ણાતશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન વૈજ્ઞાનિક પુરાવા, કાનૂની પ્રક્રિયા તથા વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા સરકારી વકીલ નર્મદા શ્રી જીતેન્દ્રસિંહ જે. ગોહિલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા તમામ અધિકારીઓનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, “સારા સંકલનથી સારી તપાસ, સારી તપાસથી મજબૂત પુરાવા અને મજબૂત પુરાવાથી અસરકારક ન્યાય” પ્રાપ્ત કરી શકાય છે.

તાલીમ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવા બદલ SoulBay by JPW Resortના નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ બાર કાઉન્સિલ મેમ્બર કુ વંદના ભટ્ટ પણ વિશેષ સ્વાગત કરવામાં આવેલ..

કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ તપાસ, તબીબી પુરાવા, મહેસૂલ તંત્રની કાર્યવાહી તથા પ્રોસિક્યુશનની કાનૂની રજૂઆત વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત કરી ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો હતો.


Share

Related posts

લીંબડીની કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન તથા ઇન્ટ્રોડક્શન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

બિટુલ ગેંગનાં આરોપીઓની તપાસ અર્થે દસ દિવસના રિમાન્ડ મંજૂર…

ProudOfGujarat

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!