Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે મધુપ્રમેહની જનજાગૃતિ માટે ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરેની ઉપસ્થિતિમાં મેરેથોન દોડ યોજાઈ.

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વર શહેરની જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા વિશાળ મેરેથોન દોડનું અયોજન કરવામાં આવ્યું હતું. મધુપ્રમેહ અતાર્થ ડાયાબિટીસના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મેરેથોન દોડ યોજાઈ હતી. સાંપ્રત સમયમાં તણાવમુક્ત અને ભાગદોડ ભરી જિંદગીમાં ડાયાબિટીસના રોગ અંગે લોકો અજાણ રહી અવગણના દર્શક વલણ અપનાવતા હોય છે. આ મેરેથોન દોડ થકી લોકોમાં જાગૃતિ આવે તે હેતુને સિદ્ધ કરવા તેમજ દોડમાં ભાગ લેનાર દોડવીરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખિલાડી કિરણ મોરેના હસ્તે મેરેથોનને ફ્લેગ ઑફ આપી દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એન.કે.નાવડીયા, પ્રબોધ પટેલ, કમલેશ ઉદાણી સહિત શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં મેરેથોન દોડમાં ભાગ લેવા માટે દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રોમેન્ટિક ગીત “ટાટા કરડે ને” નું પોસ્ટર થયું રિલીઝ.

ProudOfGujarat

વલસાડ-અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં મોટા આંબા ગામે લગ્ન પ્રસંગે બોલાચાલી, મારામારીનો બનાવ બન્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!