શું આપ જાણો છો કે નર્મદા ને જિવંત દેવી કહેવાય છે… પરિક્રમા કરનાર દરેક વ્યક્તિ ને એ કોઈ ને કોઈ સ્વરૂપે દર્શન આપે છે. પુરાણો મુજબ જ્યારે આ પૃથ્વી નું સર્જન થયું ત્યાર પહેલાં પણ તે વહેતી હતી.. તે મહાદેવ ના પરસેવા માં થી જન્મી છે. તેથી તેને शिवसूता પણ કહે છે.. તે અત્યંત વેગવાન હોવા થી ખૂબ જ અવાજ કરતી વહે છે, તેથી તેને रेवा કહે છે..મેકલ પર્વત પર થી નિકળે છે તેથી मेकलसुता પણ કહે છે. નર્મદા નદી માં પ્રભાતે गंगा નો વાસ છે.. બપોરે सरस्वती નો… સાંજે સર્વ तीर्थ નો વાસ છે.. અને તે રાત્રે નર્મદા સ્વરૂપે વહે છે.. શિવ ની પુત્રી હોવા થી શિવ એનાં કિનારે હમેશાં વસે છે.. સમગ્ર ભારતમાં નર્મદા નદી માંથી નીકળેલ શિવલિંગ નું ખૂબ મહત્વ છે. તેને नर्मदेश्वर કહે છે..અમરકંટક તેનું મસ્તક છે.. ઓમકારેશ્વર તેની નાભિ છે..અને આપણાં કંટિયાજાળ પાસે આવેલ રેવાસાગર સંગમ એ તેનાં ચરણ છે.. એવું કહેવાય છે કે અમુક નિશ્ચિત તિથિ એ રેવાસ્નાન કરવા થી અલગ અલગ બિમારી થઈ છૂટકારો મળે છે.. એક નર્મદા નદી એવી છે કે જેના પર સહુ થઈ વધુ બંધ બંધાયા છે… ભરૂચ માં નર્મદાજી નાં લગ્ન भृगु ऋषि સાથે થયા હતા આજે પણ એની ચોરી સ્મશાન પાસે છે.. વર્ષ માં એક વખત ગંગા દશેરા દરમ્યાન સ્વયં ગંગાજી નર્મદા નદી માં સ્નાન કરવા માટે આવે છે. કારણ કે વર્ષ દરમિયાન આખી દુનિયા ના પાપ ધોઈ ને તે મેલા થઇ જાય છે.. તે ક્યારેય પોતાના ભરોસે ચાલી નીકળેલ ને હેરાનગતિ થવા દેતી નથી. કોઇ ને કોઇ સ્વરૂપે મદદ કરે જ છે… આપણે ખુબ જ નસીબદાર છીએ કે આ અદ્ભુત નદી કિનારે રહીએ છીએ… नर्मदे हर…..

LEAVE A REPLY