Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પશ્ચિમ વિસ્તારના લોકોએ હોબાળો માચાવ્યો હતો…વીજ બિલ માં ઉજાલા બલ્બ ખરીદી લીધા હોવા છતાં તેમજ કેટલાક લોકોએ બલ્બ જોયા નથી તેમ છતાં કેટલાક રૂપિયા ચાર્જ સ્વરૂપે ઉમેરાય ને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો…..

Share


ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ GEB વિભાગ દ્વારા લોકોને આપવામાં આવેલ લાઈટ બિલમાં ગંભીર ભૂલ જણાય આવતી દેખાતા લોકોએ પાંચબત્તી ખાતે આવેલ GEB કચેરી ખાતે હોબાળો મચાવી મોટા પાયે જી.ઇ.બી ના તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો કર્યા હતા….
રજુઆત કરવા આવેલા લોકો એ જણાવ્યું હતું કે કેટલાક લોકો એ ઉજાલા બલ્બ લીધા નથી તો પણ બિલ માં ૭૫ રૂપિયા જેટલો ચાર્જ ઉમેરાય ને આવ્યો છે..તેમજ જે લોકોએ વેચાણ થી બલ્બ લઈ લીધા છે તેનો પણ ચાર્જ ઉમેરાય ને આવતા લોકોએ જી.ઇ.બી.તંત્ર સામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા ..અને પાંચબત્તી સ્થિત જી.ઇ.કચેરી ખાતે કાર્યપાલક એન્જીનીયર ને રજુઆત કરી હતી..તેમજ સમગ્ર મામલા અંગે પોતાનો રોષ વ્યકત કરી જણાવ્યું હતું…તો બીજી તરફ GEB ની ગંભીર ભૂલ સામે આવતી હોય કાર્યપાલક એન્જિનિયર અજય પટેલે ઉચ્ચ કક્ષા એ તપાસ બાદ રજુઆત કરી સમગ્ર મામલા અંગે તપાસ કરવાનું જણાવ્યું હતું…..
અત્રે ઉલ્લેખનીય છે કે જો લાઈટ બિલ માં આ પ્રકારે વધુ ચાર્જ લેવામાં આવતો હોય અને જો જે લોકોએ બલ્બ લીધા જ નથી તેવા લોકો એ પોતાના રૂપિયા બિલ માં ભરી દીધા હોય તે બાબત કદાચ રજુઆત કર્તા લોકોના જણાવ્યા મુજબ મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત નકારી શકાય તેમ પણ નથી……

Advertisement

Share

Related posts

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

ProudOfGujarat

વડોદરા : કતલખાને લઈ જતા ગૌવંશ બચાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!