Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની તબિયત અત્યંત નાજુક.વાજપેયી ને રાખવામાં આવ્યા છે વેન્ટિલેટર પર. ..

Share

નવી દિલ્હી: અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી. એમ્સે તેમના સ્વાસ્થ્ય પર એક બુલેટિન જારી કરતા કહ્યું કે છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત વધુ બગડી છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયતના સમાચાર મળતા જ વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓ તેમને મળવા એમ્સ પહોંચ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. ગુરુવારે એટલે કે આજે વહેલી સવારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ પૂર્વ વડાપ્રધાનની તબિયત જાણવા અને મળવા માટે એમ્સ પહોંચ્યાં હતાં. થોડીવારમાં હોસ્પિટલ તરફથી મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે.

વાજપેયીને કિડનીની નળીમાં ઈન્ફેક્શન, છાતીમાં અકડાઈ, મૂત્રનળીમાં ઈન્ફેક્શન વગેરે સમસ્યા ઊભી થતા 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટિસના દર્દી એવા 93 વર્ષના વાજપેયીની એક જ કિડની કામ કરે છે.

Advertisement

વડાપ્રધાન મોદી બુધવારે સાંજે આશરે 7.15 કલાકે હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં લગભગ 50  મિનિટ રહ્યાં. મોદી બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી પણ એમ્સ પહોંચ્યા. આ પહેલા સ્મૃતિ ઇરાનીએ પણ એમ્સ જઈને વાજપેયીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.

વાજપેયીજી છેલ્લા કેટલાય સમયથી બીમાર છે. તેઓ નવી દિલ્હીમાં 6-એ કૃષ્ણામેનન માર્ગ સ્થિત સરકારી નિવાસ સ્થાનમાં રહે છે. તેમને ઉઠવા બેસવા અને બોલવામાં પરેશાની થાય છે. છેલ્લા કેટલાક સમયથી તો તેમને લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. તેમના નિવાસ પર એમ્સના જ ડોક્ટરોની એક ટીમ તેમની દેખભાળ માટે તહેનાત હતી. અત્રે જણાવવાનું જૂન 2011માં વાજપેયીનું ઘૂંટણનું ઓપરેશન થયું હતું અને ત્યારબાદ તેમનુ સ્વાસ્થ્ય સતત કથળતું ગયું હતું…(સૌજન્ય)


Share

Related posts

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ કાર્નિવલ યોજાઇ.

ProudOfGujarat

કલેકટર ઉદિત અગ્રવાલે ગોધરાનાં નહેરૂબાગની પુન:નિર્માણની કામગીરી નિહાળી સલાહસુચનો આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!