રનફોર નર્મદા,સેવ નર્મદા,SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા જનજાગૃતિ કેળવવા માટે તારીખ 14-2-2019 ના રોજ સવારે 7 કલાકે રનફોર નર્મદા,સેવ નર્મદાના શીર્ષક હેઠળ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.

આ દોડમાં SVMIT એન્જિનિયરિંગ કોલેજના મેન ગેટથી શરૂ થઈ નર્મદા કોલોનીના રસ્તે આગળ વધીને તુલસીધામ થઈ ફરીથી એ જ માર્ગે પરત આવી હતી.મેરેથોન દોડમાં SVMIT એન્જિનિયરિંગ કોલેજ પરિવારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ ૨૦૦ થી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો.

નર્મદા નદી હાલ સુકાઈ રહી છે ત્યારે તેના અસ્તિત્વ અંગે પણ શંકા સેવાઇ રહી છે ત્યારે ભરૂચ નગર અને જિલ્લામાં વિવિધ કોલેજો તેમજ સંસ્થાઓ દ્વારા અવારનવાર તંત્રને જાગૃત કરવા અને લોકોને જાગૃત કરવા આવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.

LEAVE A REPLY