પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢના હિંદલા ગામમાં રહેતો રવિન્દ્ર જીવાભાઈ અને તેના બે મિત્ર અજીતબહીઆ,અતુલભાઈ મોટર સાઇકલ નંબર જી.જે.26.પી.2379 લઈ પોતાના ગામથી વાલિયા તરફ કોઈ કામ અર્થે આવી રહ્યા હતા તે વેળાએ વાલિયા તાલુકાના વડ ફળીયા ગામ નજીક સામેથી કેબલો ભરી પુરપાટ ઝડપે ઘસી આવેલ ટ્રક નંબર જી.જે.06.એઝેડ 0958નો ચાલક સામેથી આવતી  બાઈકને બચાવવા જતા ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં ટ્રકની નીચે બાઈક સવાર ત્રણ યુવાનો સહીત ટ્રકનો ચાલક દબાઈ જતા ચારેયને ગંભીર ઈજાઓ થવા પામી હતી સ્થાનિકોએ ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે

LEAVE A REPLY