ભરૂચ જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા પાઠવવામાં આવ્યું હતું .જેમાં જણાવાયું હતું કે ભરૂચ જિલ્લા હિત રક્ષક સમિતિ અને પૂર્વ વિદ્યાર્થી કોલેજ મંડળના નેજા હેઠળ આવેદન પત્ર પાઠવી જુના નેશનલ હાઈવે નં.૮ ની ૧૦ જેટલી કોલેજના લગભગ ૧૮ હજાર વિદ્યાર્થીઓ કૉલેજમાં અભ્યાસ અર્થે આવે છે ત્યારે નવો આકાર લેતો નર્મદા મૈયા બ્રિજને પોલિટેક્નિક કૉલેજના ગેટની ઉત્તર તરફ લંબાવવા અંગે માંગ કરવામાં આવી છે .

સાથે-સાથે ભરૂચ રેલવે સ્ટેશન અને જુના ભરૂચ તરફ જવા માટે શીતલ સર્કલ તરફ અને કસક સર્કલ તરફ થઇ ગરનાળામાંથી આવવું પડે છે પરંતુ લુક્સઈરી બસ ,ટ્રાન્સપોર્ટ બસ ,અને ટ્રક વ્યવહાર બંધ છે તેવીજ રીતે શીતલ સર્કલથી GNFC સર્કલ સુધીના ૩ કિમિના જુના હાઈવે પર નારાયણ હોસ્પિટલ પાસે ૧૦ જેટલી કૉલેજો છે આ ઉપરાંત દુધધારા ડેરી અને અન્ય સંસ્થાઓ પણ છે તેથી નર્મદા મૈયા બ્રીજનો છેડો ૧૫૦ મીટર વધુ લંબાવવા માંગ કરવામાં આવેલ છે .
અત્રે નોંધવું રહ્યું કે નર્મદા મૈયા બ્રિજ અંગે અગાઉ પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેના પગલે બ્રિજ લંબાવાવમાં આવ્યો હતો .

LEAVE A REPLY