Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે એક્ટિવા સવાર યુવતીનું મોત, અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર :  વાલિયા ચોકડીથી પાનોલી જતા નેશનલ હાઇવે-48 પર લેકવ્યૂ હોટલ પાસે અકસ્માત; સુપરવાઇઝર સહિત બે વ્યક્તિને ઈજા

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર-48 પર વાલિયા ચોકડીથી પાનોલી તરફ જતા માર્ગ પર લેકવ્યૂ હોટલ નજીક પૂરઝડપે આવેલા ટ્રકચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર પાછળ બેઠેલી કવિતાબેન ડામોરનું ટ્રકનાં આગળનાં અને પાછળનાં વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા ચલાવતા સુપરવાઇઝર ઇશ્વરભાઈ પરમાર અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સાથે ફરાર થઈ જતાં પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વરના આદિત્યનગર વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ રણજીતભાઈ પરમાર શ્રી કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. હાલ તેમની કંપનીનું બાંધકામનું કામ પાનોલી સ્થિત કામધેનુ એસ્ટેટ-2માં ચાલી રહ્યું છે. દરમિયાન ગુરુવારે સવારે આશરે 8:15 વાગ્યે ઇશ્વરભાઈ તેમના શેઠ અતુલભાઈ કાતરિયા સાથે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે બાંધકામના મજૂરો લેવા ગયા હતા. ત્યાંથી આશરે 15 મજૂરોને લઈને તેઓ પાનોલી તરફ જવા નીકળ્યા હતા.

ઇશ્વરભાઈ પોતાની એક્ટિવા પર બે મજૂરોને બેસાડીને જઈ રહ્યા હતા, જ્યારે અન્ય મજૂરો અતુલભાઈની કાર અને ભાડાની રિક્ષામાં પાછળ આવી રહ્યા હતા. સવારે આશરે 8:30 વાગ્યે નેશનલ હાઇવે-48 પર કિચન કબાના હોટલ નજીક લેકવ્યૂ હોટલ સામે પાછળથી આવેલા RJ-04-GB-8898 નંબરના ટ્રકચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં ત્રણેય રોડ પર પટકાયાં હતાં. આ દરમિયાન પાછળ બેઠેલી કવિતાબેન ટ્રકના વ્હીલ નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્મતમાં ઇશ્વરભાઈ અને અન્ય મજૂરને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા. જોકે, ટ્રકચાલક અકસ્માત સર્જીને ટ્રક સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઇશ્વરભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇશ્વરભાઈ પરમારે ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ProudOfGujarat

ગોધરા ખાતે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી :બાઈક રેલી કાઢી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું : ઓનલાઈન કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો

ProudOfGujarat

181 અભયમની સમયસર દખલથી ઘરેલુ કલહનો અંત, નશાની લતમાં પત્નીને ત્રાસ આપતા પતિનું કાઉન્સેલિંગ બાદ સમાધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!