Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બે શખસોએ યુવક પર લોખંડના પંચ અને કોયતાથી હુમલો કર્યો : દાઢીના ભાગે જડબામાં ફ્રેક્ચર, ડાબી આંખની ભ્રમર પર ત્રણ ટાંકા આવ્યા; ગડખોલમાં પ્રાથમિક સારવાર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વર શહેરની નવીનગરી વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે શખસોએ યુવકને ઢીકાપાટુનો માર મારી લોખંડના પંચ અને કોયતાથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડાબી આંખની બાજુમાં ભ્રમર પર ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે જડબામાં ફ્રેક્ચર થયું હોવાનું સીટી સ્કેન રિપોર્ટમાં સામે આવ્યું હતું. બનાવ અંગે યુવકે ગૌતમ વસાવા અને માઈકલ ઓડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં સરગમ કોમ્પ્લેક્સની પાછળ રહેતા 28 વર્ષીય રાજેશભાઈ ઉર્ફે ગણેશ સુરેશભાઈ વસાવા છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 20 ઓક્ટોબરની રાત્રે તેઓ ચૌટા બજારમાં જમવા ગયા હતા. જમ્યા બાદ નવીનગરી ચોકડી પાસે થોડો સમય બેસીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા.

દરમિયાન રાત્રે આશરે એકથી દોઢ વાગ્યાના અરસામાં તેઓ કુસુમહર વાડી પાસે પહોંચ્યા ત્યારે નવીનગરીમાં રહેતા ગૌતમ વસાવા અને માઈકલ ઓડ ત્યાં બેઠા હતા. રાજેશભાઈએ તેમની સાથે મસ્તીભરી વાતચીત કરતાં બંને શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. રાજેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં બંને સાથે ઝઘડો થયો હતો અને તેમણે યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો.

ફરિયાદ મુજબ, માઈકલે રાજેશભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે ગૌતમ વસાવાએ ખિસ્સામાંથી લોખંડનો પંચ કાઢીને હાથમાં પહેરી તેમના દાઢીના ભાગે મોઢા પર માર્યો હતો. ત્યારબાદ બાજુમાં પડેલો લોખંડનો કોયતો લઈને ડાબી આંખની બાજુમાં ભ્રમર પર ઘા મારતાં ચામડી ફાટી ગઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.

હુમલા બાદ રાજેશભાઈ દુકાનના બાકડા પર સૂઈ રહ્યા હતા. બાદમાં તેમની પત્ની આરતી તેમને લેવા આવતાં અને ઈજાઓ જોઈને તેમના ભાઈ રાજ સુરેશ વસાવા સાથે એક્ટિવા પર ગડખોલ સરકારી દવાખાને લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન ભ્રમર પર ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સીટી સ્કેન કરાવતાં જડબામાં ફ્રેક્ચર હોવાનું જણાતાં તેમને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ બનાવમાં રાજેશભાઈએ ગૌતમ વસાવા અને માઈકલ ઓડ વિરુદ્ધ ગાળો બોલી માર મારવા તથા લોખંડનાં હથિયારોથી ઈજા પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.


Share

Related posts

અંકલેશ્વરની આમલાખાડી પર બુલેટ ટ્રેનનાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો નાંખી પાણીને અવરોધ રૂપ રસ્તો બનાવતા પ્રજાને હાલાકી

ProudOfGujarat

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 4.17 લાખથી વધુ બાળકોને મળશે ‘હેલ્થ પાસપોર્ટ’નો લાભ : જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી એક જ દસ્તાવેજમાં ઉપલબ્ધ થશે, RBSK હેઠળ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!