Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં MD ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા, ₹3.76 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

અંકલેશ્વર શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉમરવાડા રોડ પરથી મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત એક કાર, એક બાઇક અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

પોલીસને મળેલી બાતમી મુજબ સુરત પાસિંગની એક સિયાઝ કારમાં એક વ્યક્તિ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો લઈને ઉમરવાડા રોડ પરથી પસાર થવાનો હતો. બાતમીને આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઉમરવાડા જવાના માર્ગ પર આવેલા ગુડ્સ ટ્રેનના ગરનાળા નીચે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ બાતમીમાં વર્ણવેલી સિયાઝ કાર અને તેની સાથે એક બાઇક ત્યાંથી પસાર થતાં પોલીસે બંને વાહનોને અટકાવી સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન કારની અંદર રાખેલા સિગારેટના બે બોક્સમાંથી કુલ 12.12 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત ₹36 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્યારબાદ પોલીસે કારમાં સવાર તેમજ બાઇક પર આવેલા શખ્સોની પૂછપરછ કરી હતી.

પોલીસે કોસંબાના તરસાડી સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતા હેમંત દિનેશ પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો તેણે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અક્ષય ઉર્ફે સની ઠાકુર પાસેથી મેળવ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે આ જથ્થો સૌરભ પ્રકાશ દેવરે અને વિશાલ જુગલ તિવારીને છૂટક વેચાણ કરવા માટે લઈ જઈ રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે અન્ય બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે 12.12 ગ્રામ MD ડ્રગ્સ, એક સિયાઝ કાર, એક બાઇક તથા ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹3.76 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે આરોપીઓ સામે NDPS અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અન્ય કોને સપ્લાય કરવામાં આવતો હતો તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં ચાલતા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે વધુ એક મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


Share

Related posts

શિયાળાની ઋતુમાં ગરમ કપડાની બજારમાં નાગરીકોની નિરસતા : વેપારીઓ પણ મુંઝવણમાં.

ProudOfGujarat

સરપ્રાઈઝ ખુલી ગઈ! રુક્મિણી વસંત યશની ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સનો ભાગ બની

ProudOfGujarat

ગાંધીધામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!