Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ 13 ગુમ મોબાઇલ શોધી કાઢ્યા :  રૂ.2.47 લાખથી વધુ કિંમતના મોબાઇલ મૂળ માલિકોને પરત કરી પોલીસે મેળવ્યો વિશ્વાસ

Share

 

આમોદ :

Advertisement

આમોદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કામગીરી હાથ ધરી 13 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે પરત કરેલા મોબાઇલની કુલ કિંમત અંદાજે રૂ.2.47 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ કારણોસર મોબાઇલ ફોન ગુમ થયાની અરજીઓ મળી હતી. અરજીઓની ગંભીરતાથી નોંધ લઈ પોલીસે ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ ટીમ અને પોલીસ મિત્રોની ટીમે ટેકનિકલ માહિતીના આધારે વિવિધ કંપનીના મોબાઇલ ફોનને ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરી હતી. સતત પ્રયાસોના પરિણામે 13 મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવતા લાંબા સમય બાદ પોતાના કિંમતી મોબાઇલ પરત મળતાં અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અરજદારોએ પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીએ આમોદ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ગુમ થયેલા મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કરવાની આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે.


Share

Related posts

નડિયાદ : કપડવંજ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : બે માસ થી બંધ પડેલી ક્રુઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓમાં આનંદની લાગણી.

ProudOfGujarat

ભાજપ “હાય હાય” નાં નારા સાથે ભરૂચમાં બીજા દિવસે પેપર લીક મુદ્દે આપ નાં કાર્યકરોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!