Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓના શોષણનો આક્ષેપ, ભરૂચના પોલ્ટ્રી ફાર્મરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા : 40-45 દિવસ મરઘાં ઉછેર્યા બાદ પણ યોગ્ય વળતર નહીં મળતું હોવાનો દાવો; રૂ.12 પ્રતિ કિલો વળતરની માંગ, માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Share

 

ભરૂચ  :

Advertisement

રાજ્યભરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ દ્વારા બોઇલર પોલ્ટ્રી ફાર્મરોનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના પોલ્ટ્રી ફાર્મરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ‘ગુજરાત બોઇલર ઇન્ટિગ્રેશન ફાર્મર એસોસિએશન’ના નેજા હેઠળ એકત્ર થયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીઓની મનમાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓ 40થી 45 દિવસ સુધી દિવસ-રાત મહેનત કરી મરઘીના બચ્ચાંનો ઉછેર કરે છે. તેમ છતાં કંપનીઓ દ્વારા મળતું વળતર ઉત્પાદન ખર્ચની સરખામણીએ ઓછું હોવાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સામાન્ય ફાર્મ માટે હાલ પ્રતિ કિલો રૂ.7થી 8 અને EC ફાર્મ માટે આશરે રૂ.10 જેટલું વળતર મળતું હોવાનું ખેડૂતોનું કહેવું છે. બીજી તરફ, તેમનો ઉત્પાદન ખર્ચ જ રૂ.8થી 10 પ્રતિ કિલો સુધી પહોંચતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પશુપાલન અને પશુસંવર્ધન વિભાગ દ્વારા 21 ડિસેમ્બર 2022ના રોજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓ દ્વારા આ માર્ગદર્શિકાનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી.

ખેડૂતોએ માર્ગદર્શિકા મુજબ ઓછામાં ઓછું રૂ.12 પ્રતિ કિલો વળતર આપવાની માંગ કરી છે. નુકસાન થાય તેવા સંજોગોમાં ઓછામાં ઓછું રૂ.7 પ્રતિ કિલો સુરક્ષિત વળતર મળે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્યારે EC ફાર્મરો માટે રૂ.15 પ્રતિ કિલો સુધીનું વળતર અને ઓછામાં ઓછું રૂ.10નું સુરક્ષિત વળતર આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત કંપનીઓ દ્વારા કરવામાં આવતી પેનલ્ટી તથા વિવિધ કપાતની તટસ્થ તપાસ કરવી અને ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા તથા રાજ્ય કક્ષાએ યોગ્ય વહીવટી વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ અંગે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરના પોલ્ટ્રી ફાર્મરોને સાથે રાખી ઉગ્ર આંદોલન શરૂ કરવાની ફરજ પડશે.


Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આજે મૂળ નિવાસી સંધ અને જમીયતે ઉલ્મા એ હિન્દ દ્વારા દેશનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

જામનગર-ખાનગી શાળાની શિક્ષિકા પર સંચાલક દ્વારા હુમલો-શાળાના સંચાલક દ્વારા શિક્ષિકાને ફડાકા ઝીંકવામાં આવ્યા….

ProudOfGujarat

ભરૂચ : જંબુસરની જે.એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!