Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દીકરા-વહુના ઝઘડાથી પરેશાન સાસુને ઘર છોડવા કહેતા 181 અભયમની ટીમ પહોંચી

Share

 

ભરૂચ : પતિના અવસાન બાદ દીકરા અને વહુ સાથે રહેતી એક મહિલા પારિવારિક વિવાદથી પરેશાન થઈ અંતે મદદ માટે 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. મહિલાની રજૂઆત મળતાં જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલો સાંભળી દીકરા-વહુને સમજાવટ આપી મહિલાને પરિવારના વડીલ તરીકે સન્માન અને યોગ્ય કાળજી રાખવા સમજાવ્યા હતા. અંતે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, ભરૂચમાં એક મહિલા પતિના અવસાન બાદ પોતાના દીકરા અને વહુ સાથે રહેતી હતી. જોકે, દીકરા અને વહુ વચ્ચે વારંવાર ઘરકંકાસ થતો હોવાથી તેની અસર મહિલાને પણ ભોગવવી પડતી હતી. ઘરકામ સહિતની બાબતોને લઈને બોલાચાલી થતી હોવાની મહિલાએ 181 અભયમ સમક્ષ રજૂઆત કરી હતી.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને ઘર છોડીને જતા રહેવા માટે કહેવામાં આવતું હતું. યોગ્ય રીતે ભોજન પણ મળતું ન હોવાથી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવું પડતું હતું. આ ઉપરાંત, પારિવારિક વિવાદ દરમિયાન તેને નુકસાન પહોંચાડવાની ધમકી પણ મળતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

મહિલાની ફરિયાદને પગલે ભરૂચ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ મહિલાની વાત શાંતિપૂર્વક સાંભળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ દીકરા અને વહુ સાથે પણ વાતચીત કરી પરિવારના વડીલ તરીકે મહિલાની કાળજી રાખવા તથા તેમની સાથે સન્માનપૂર્વક વર્તન કરવા સમજાવ્યું હતું. સાથે જ મહિલાના અધિકારો અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે પણ બંનેને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અભયમ ટીમની સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે વાતચીતથી વિવાદનો ઉકેલ આવ્યો હતો. દીકરા અને વહુએ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય અને મહિલાની યોગ્ય કાળજી રાખવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપી હતી. બંને પક્ષોની સંમતિથી મામલે શાંતિપૂર્ણ સમાધાન થતાં મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ગૌચર ની જમીનો ઉપર બિનઅધિકૃત કબ્જાઓ તેમજ ખેડાણ કરવા અંગે ભરૂચ જીલ્લા સામહર્તાને માલધારી સમાજ ના લોકોએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી…….

ProudOfGujarat

ભરૂચ : દહેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીક થતાં ધડાકાભેર લાગી ભીષણ આગ… જાણો વધુ.

ProudOfGujarat

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!