Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ભરૂચની શાળાઓમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા યોજાઈ :  ‘સેવા મેરા યોગદાન’ હેઠળ વિવિધ શાળાઓમાં દીપોત્સવ અને ચિત્ર પ્રદર્શન યોજાયા, વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Share

 

ભરૂચ :

Advertisement

‘વિકસિત ભારત-2047 સેવા સંકલ્પ અભિયાન-2026’ તથા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ભરૂચ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓ માટે રંગોળી, ચિત્ર સ્પર્ધા, દીપોત્સવ અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ડો. નવ્નાથ ગવહાણે તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ 6થી 8, 9થી 10 તથા 11-12ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. કેશરોલ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા, કોઠી વાતરસા પ્રાથમિક શાળામાં રંગોળી, જંબુસરની જુમ્મા મસ્જિદ કુમારશાળામાં ચિત્ર સ્પર્ધા, નેત્રંગ પ્રાથમિક કુમાર શાળામાં રંગોળી અને દીપોત્સવ યોજાયા હતા.

આ ઉપરાંત આમોદની મિશ્રશાળા નંબર-1, પગુથણ પ્રાથમિક શાળા, રહિયાદ પ્રાથમિક શાળા, હિંગલોટ તથા શુકલતીર્થ પ્રાથમિક કુમાર શાળામાં પણ રંગોળી અને દીપોત્સવ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

સ્પર્ધાઓમાં ‘વિકસિત ભારત-2047’, ‘સેવાથી સમાજ, સંકલ્પથી વિકાસ’, ‘સશક્ત નાગરિક, સમૃદ્ધ ભારત’, ‘સેવા સુશાસન’, ‘વંદે માતરમ્-150’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘અખંડ ભારત’ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.

શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. પ્રદર્શનને વાલીઓ, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમના અંતે ચિત્ર તથા રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની ગુજરાત ઓર્ગેનિક કંપનીમાં કામ કરતા એક કામદાર પર 7 જેટલાં ઇસમોએ નજીવી બાબતે હુમલો કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ત્રણ તલુકાઓમાં SRF ફાઉન્ડેશન દ્વારા ૩૦ દિવસીય સમર કેમ્પનુ આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!