Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

દહેજ ખાતે ONGC OPAL માં પાઇપલાઇન લીકેજ અને આગની ઘટના લેવલ-3 મોક એક્સરસાઇઝ યોજાઇ :  આપત્તિ સમયે તંત્રની સજ્જતા, ઝડપી પ્રતિસાદ અને વિવિધ વિભાગો વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલનનું સફળ નિદર્શન કરાયું

Share

 

ભરૂચ  :  જિલ્લા વહીવટી તંત્ર અને ઇમરજન્સી સેવાઓની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવાના ભાગરૂપે વાગરા તાલુકાના મોજે દહેજ સ્થિત ONGC OPAL ખાતે ‘લેવલ-૩ મોક એક્સરસાઇઝ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ મોક એક્સરસાઇઝ પાઇપલાઇનમાં ‘નેપ્થા લીકેજ’ (Naphtha Leakage) અને ત્યારબાદ સર્જાયેલી આગ (‘Fire’) ના સંભવિત કટોકટીભર્યા સિનારીયો પર આધારિત હતી.
ઘટનાની જાણ થતાં જ તમામ સંબંધિત વિભાગોએ પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન દાખવીને નિર્ધારિત સમયમર્યાદામાં સ્થળ પર પહોંચી આપત્તિજનક પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની, રાહત-બચાવ અને તબીબી સારવાર આપવાની કામગીરીનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. આ કવાયતથી ઇમરજન્સી સેવાઓની સમયસૂચકતા અને સજ્જતા વધુ સુદ્રઢ બની છે.
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આવી
ઔદ્યોગિક કે પાઇપલાઇન અકસ્માત જેવી કટોકટીની પરિસ્થિતિમાં વિવિધ સરકારી વિભાગો, કટોકટી સેવાઓ તથા સંસ્થા વચ્ચેના સંકલન, ત્વરિત બચાવ કામગીરી, આગ નિયંત્રણ અને ઇમરજન્સી પ્રતિસાદની વાસ્તવિક તૈયારીઓનું પરીક્ષણ કરવાનો હતો.

આ મોક ડ્રિલ દરમિયાન મામલતદારશ્રી (ડિઝાસ્ટર), જિલ્લા ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર (DPO), પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, આરોગ્ય વિભાગની ટીમ, ૧૦૮ ઇમરજન્સી સેવા, ફાયર બ્રિગેડ તેમજ ONGC OPAL ના ઉચ્ચ અધિકારીઓ અને તાંત્રિક સ્ટાફે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સક્રિય ભાગ લીધો હતો.


Share

Related posts

પ્રેમના દુશ્મનના ષડયંત્ર ને માત આપીને આખરે નિમા અને મનિષના સાચા પ્રેમની જીત થઇ

ProudOfGujarat

ભરૂચ : રહસ્યોની માયાજાળ : પત્નીની શંકાસ્પદ હત્યા કર્યા બાદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળી આવ્યો.

ProudOfGujarat

ગોધરા શહેરના પરવડી ખાતે આવેલી જીવદયા ગૌશાળાના સંચાલકોએ સરકાર પાસે પશુઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!