Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવા શુક્લતીર્થના ૨૦૦થી વધુ મતદારોને અલગ વોર્ડ અને મતદાન મથક ફાળવવાની માંગ : ૧૦ દિવસમાં ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર અને કલેક્ટર કચેરીએ ધરણાંની ચીમકી

Share

 

ભરૂચ: ભરૂચ તાલુકાના કરજણ ગ્રામ પંચાયત હેઠળ આવેલા નવા શુક્લતીર્થ ગામના ગ્રામજનોએ પોતાના હકો અને સ્વતંત્ર પ્રતિનિધિત્વની માંગ સાથે જિલ્લા કલેક્ટર, રાજ્ય ચૂંટણી કમિશનર સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. મુખ્ય અરજદાર સુનિલભાઈ પટેલ સહિત ગ્રામજનોએ ગામના મતદારો માટે અલગ મતદાન મથક અને સ્વતંત્ર વોર્ડ ફાળવવાની માંગ કરી છે.

Advertisement

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ૧૯૬૮ અને ૧૯૭૦ના નર્મદાના મહાપૂર બાદ વસાવવામાં આવેલા નવા શુક્લતીર્થની વસ્તી ૩૦૦થી વધુ અને મતદારોની સંખ્યા ૨૦૦થી વધુ હોવા છતાં ગામને સ્વતંત્ર મહેસૂલી રેકોર્ડ અને પંચાયતી ઓળખ મળી નથી.

કરજણ ગ્રામ પંચાયતના વોર્ડ સીમાંકનમાં ગામના મતદારોને બે વોર્ડમાં વહેંચી દેવાતાં સ્વતંત્ર પ્રતિનિધિત્વ મળતું ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગામમાં પ્રાથમિક શાળા હોવા છતાં મતદાન મથક કરજણમાં રાખવામાં આવતાં વૃદ્ધો અને અશક્ત મતદારોને મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરાઈ છે.

ગ્રામજનોએ અલગ મતદાન મથક, સ્વતંત્ર વોર્ડ, પુનર્વસનના દસ્તાવેજોની તપાસ અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. ૧૦ દિવસમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર અને જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાધન ઝૂમ્યું : રાત્રે 12 વાગ્યે હેપ્પી ન્યુ યરના નાદથી વાતાવરણ ગુંજ્યું

ProudOfGujarat

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

નડિયાદ : ચકલાસીમા ગેરકાયદેસર રીતે પોષડોડાનુ વેચાણ કરતો ઇસમ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!