Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની 8 ગૌશાળાના 542 પશુઓ મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના હેઠળ સહાય માટે પાત્ર : અધિક કલેક્ટર આર.બી. ભોગાયતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી, સહાય ચૂકવવા વહીવટી પ્રક્રિયા હાથ ધરાઈ

Share

 

ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 8 ગૌશાળાના કુલ 542 પશુઓ સહાય મેળવવા માટે પાત્ર ઠર્યા છે. આ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે અધિક કલેક્ટર આર.બી. ભોગાયતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી.

Advertisement

બેઠકમાં વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂન 2026 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ મારફતે સહાય મેળવવા માટે અરજી કરનાર ગૌશાળાઓની અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની સમિતિ દ્વારા કરવામાં આવેલી ચકાસણીના આધારે ગૌશાળાઓ દ્વારા રજૂ કરાયેલી વિગતો અને પશુઓની સંખ્યાની ખરાઈ કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ચકાસણી બાદ ભરૂચ જિલ્લાની નીચે મુજબની 8 ગૌશાળાઓના 542 પશુઓ સહાય માટે પાત્ર જણાયા છે.

1. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા.
2. શ્રી સ્વામિનારાયણ ગૌશાળા ટ્રસ્ટ, નાહિયેર.
3. આનંદીમા ગુરુધ્યાન યોગીજી કલ્યાણ કેન્દ્ર, નિકોરા.
4. કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, ચાસવડ, થવા.
5. શ્રી હંસદેવ ગૌશાળા, જૂના બોરભાઠા બેટ.
6. શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર.
7. વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટ, પઠાર.
8. મહાવીર ગૌધન ધારા ટ્રસ્ટ, કાકડકુઈ, નેત્રંગ.

યોજનાના નિયમો અનુસાર પાત્ર ગૌશાળાઓને પશુઓની સંખ્યાના આધારે સહાય ચૂકવવા માટે જરૂરી વહીવટી અને હિસાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝંઘાર થી નબીપુર વચ્ચે નેસનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટક્કરે એક યુવાન નું મોત …….

ProudOfGujarat

ગજેરા ગામે ખાણખનીજ વિભાગનો દરોડો: ભૂમાફિયાઓમાં ફફડાટ : ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત, હિટાચી મશીન અને ડમ્પર કબજે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં નવા વર્ષનાં પહેલા દિવસે જ મારામારીની બે ઘટનાઓ બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!