Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કપાસના વાવેતરમાં 10,804 હેક્ટરનો વધારો : 31 ઓગસ્ટ સુધી 1.79 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ; 98,847 હેક્ટરમાં કપાસ, 51,697 હેક્ટરમાં તુવેર

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં કપાસનો દબદબો જોવા મળી રહ્યો છે. 31 ઓગસ્ટ સુધી જિલ્લામાં કુલ 1,79,031 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 98,847 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં 10,804 હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે.

ભરૂચ જિલ્લાનો મુખ્ય રોકડિયો પાક કપાસ છે, જ્યારે ત્યારબાદ તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 51,697 હેક્ટરમાં તુવેરનું વાવેતર નોંધાયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસના સારા ટેકાના ભાવને કારણે આ વર્ષે કપાસ તરફ વધુ ખેડૂતો આકર્ષાયા છે.

તાલુકાવાર જોતા જંબુસર કપાસના વાવેતરમાં 33,813 હેક્ટર સાથે પ્રથમ ક્રમે છે. જંબુસર તાલુકામાં કુલ ખરીફ પાકનું વાવેતર પણ સૌથી વધુ 43,274 હેક્ટર વિસ્તારમાં થયું છે. ત્યારબાદ ભરૂચ તાલુકામાં 29,249 હેક્ટર અને આમોદમાં 24,959 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેડૂતોની ચિંતા વધી

એક તરફ ખરીફ વાવેતરનો આંકડો વધ્યો છે, તો બીજી તરફ લાંબા સમયથી વરસાદ ન પડતાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. જોકે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખરીફ પાકનું વાવેતર ચાલી રહ્યું હોવાથી અંતિમ આંકડો વધુ વધવાની શક્યતા છે. કપાસ રોકડિયો પાક હોવાથી બજારમાં તેની માંગ અને સારા ભાવની આશાએ ખેડૂતોનું વલણ કપાસ તરફ વધ્યું હોવાનું માનવામાં આવે છે. સરકારના ટેકાના ભાવથી ખેડૂતોને સારા વળતરની અપેક્ષા પણ કપાસના વાવેતરમાં વધારા પાછળનું એક મહત્વનું કારણ છે.

ભરૂચ જિલ્લાનું ખરીફ પાકનું વાવેતર‎

તાલુકો                કપાસ                તુવેર              અન્ય

આમોદ             16,698                 7,558            24,959

અંકલેશ્વર             3,719                 1,157            10,846

ભરૂચ              12,258                16,136            29,249

હાંસોટ              3,790                    211            11,347

જંબુસર             33,813                  7,083            43,274

ઝગડિયા             8,274                  4,983            15,760

નેત્રંગ               4,124                   3,863           14,720

વાગરા             10,775                   7,090           17,865

વાલિયા             5,395                   3,616           11,012

કુલ               98,847                  51,697         1,79,031


Share

Related posts

અભયમ ગોધરા ટીમ દ્વારા મહીલા કર્મયોગી દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

ભારે કરી – જાહેર માર્ગની નીચે જ મસમોટી સુરંગ તૈયાર કરાઈ, ભરૂચનાં તવરા રોડનો બનાવ, લોકો બોલ્યા શ્રમિકો પણ સેફટી સાધનો વગર હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!