Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટમાં અથડામણ બાદ તંત્રનો બુલડોઝર એક્શન :  અબ્દુલ કાદિર કાનૂગા અને ઇદ્રિશ ખ્વાજાના કથિત દબાણો દૂર કરાયા; સરકારી જમીન પરથી કેબિનો હટાવાઈ

Share

 

ભરૂચ :

Advertisement

હાંસોટમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાંસોટ સર્કલ નજીક સરકારી જમીન પર કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી કેબિનો દૂર કરી હતી.

અથડામણના આરોપી અબ્દુલ કાદિર કાનૂગા અને ઇદ્રિશ ખ્વાજા સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા કથિત દબાણો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં બુલડોઝર મારફતે સરકારી જમીન પરથી દબાણો હટાવવામાં આવ્યા હતા.

કાર્યवाही દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાંસોટ પોલીસ ઈન્સ્પેક્ટર નયન વસાવા, મામલતદાર રણજીત મકવાણા, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. અથડામણ બાદ તંત્રની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જોવા મળ્યું હતું. સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામેની કાર્યવાહીથી હાંસોટમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર વધુ સક્રિય બન્યું છે.


Share

Related posts

પરીક્ષા આપી ઘરે જતાં મિત્રોની બાઈકે ટ્રકે ટક્કર મારતાં એકનું મોત : એકને ઈજા

ProudOfGujarat

કોસંબા APMC દ્વારા વેલાછા ખાતે સહકારિતા શિબિર તથા ખેડૂત સંમેલન યોજાયુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાનાં વેજલપુર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે શુભારંભ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!