Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વેપારી મંડળની અનિયમિત સફાઈ, ડોર ટુ ડોર સહિતના મુદ્દે મુખ્ય અધિકારીને રજૂઆત : પાંચબત્તીથી સોનેરી મહેલ રોડ પરના શોપિંગના આગેવાનો-કોંગ્રેસના કાઉન્સિલરો હાજર રહ્યાં

Share

 

। ભરૂચ ! ભરૂચના પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસના કાઉન્સિલરો સાથે મળી તેમના વિસ્તારમાં થતી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ તેમજ અનિયમિત ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ સહિતના પ્રશ્નો અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગવાળને રજૂઆત કરી હતી.

Advertisement

ભરૂચ શહેરના પાંચબત્તીથી સોનેરી મહેલ તરફ જવાના રોડ પર આવેલાં વોર્ડ નંબર ૮ અને ૧૧ના વિસ્તારમાં આવેલી જગદિશ શોપિંગ સેન્ટર, પ્રમુખસ્વામી શોપિંગ સેન્ટર, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ તેમજ હાફેજી મંઝીલ સહિતના વિસ્તારમાં વેપાર કરતાં કરતાં વેપારી મિત્ર મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ જેમાં વેપારી મંડળના સાદીક લવલી, હારૂનભાઈ, યુનુસભાઈ, ગીતાબહેન, રાજેશ વાઢેલ સહિતના વેપારીઓ તેમજ કોંગ્રેસના કાઉન્સીલરો જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ, સમસાદ અલી સૈયદ તેમજ હેમેન્દ્ર કોઠીવાલા સહિતનાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે બેઠક કરી વિવિધ સમસ્યાઓન રજૂઆત કરી હતી.

રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની આસપાસના વિસ્તારમાં રહેતાં લોકો આવતાં જતાં જાહેરમાં જ કચરાનો નિકાલ કરે છે.ઉપરાંત અનેકવાર તેમને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, વેપારીઓએ તેમના વિસ્તારમાં અનેક પ્રશ્નો હોવાનું જણાવ્યું હતું. જેમાં તેમણે ઉમેર્યું હતુ કે, તેમની આજુબાજુ આવેલાં શોપિંગ સેન્ટરમાં ભારે તકલીફ હોવાનુ જણાવ્યું હતું. પ્રદૂષણથી તેમજ જે કચરાનો ઢગલો કરવમાં છે. તેની ગંદી દુર્ગપથી આસપાસમાં વેપારીઓભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. તેમણે ચીમકી આપવામાં આવી હતી. તેમના વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વિસ પણ અન્ય પ્રકલ્પોમાં પણ ભારે તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે. જેના પાલિકા દ્વારા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડી તેમાં આસપાસના કોણ લોકો કચરાના ઢગલા કરે છે. તેમને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરી હતી.


Share

Related posts

વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ પાનોલી ખાતેના વન કવચ તેમજ કોમન ઈ.ટી.પી પ્લાન્ટ ની કામગીરી સમીક્ષા કરી

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે મોબાઈલ બાબતના સામાન્ય ઝઘડામાં સિમેન્ટના બ્લોક વડે મારી મિત્ર એ જ કરી મિત્રની હત્યા.

ProudOfGujarat

અમદાવાદનાં મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!