Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ–ઈશનપુર રોડ પર ગેબિયન વોલનું કામ પૂર્ણ, ચોમાસામાં માર્ગ સુરક્ષિત બનશે

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા વાંકલ–ઈશનપુર–વડ–ઉભારિયા માર્ગ પર ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગને થતા ધોવાણને અટકાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી ગેબિયન વોલ અને સાઇડ પ્રોટેક્શનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતાં હવે આ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બન્યો છે.

વિભાગ દ્વારા સ્થળ પર મજબૂત પાયો તૈયાર કરી લોખંડની જાળીવાળા ગેબિયન બોક્સમાં મોટા પથ્થરો ભરી ગેબિયન વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ માર્ગના બંને બાજુ રબલ અને મેટલનો ઉપયોગ કરી રોડના ખભા મજબૂત બનાવવામાં આવ્યા હતા. જેસીબી મશીનરીની મદદથી જમીન સમતળ કરવી, વરસાદી પાણીના પ્રવાહથી અસરગ્રસ્ત ભાગોની મરામત કરવી તેમજ માર્ગની બાજુમાં જમા થયેલો કચરો દૂર કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવેલી આ કામગીરીથી ભારે વરસાદ દરમિયાન માર્ગના ધોવાણની શક્યતા ઘટશે અને વરસાદી પાણીના પ્રવાહ સામે રોડને મજબૂતી મળશે. પરિણામે આગામી ચોમાસામાં માર્ગને નુકસાન થવાની સંભાવના ઓછી રહેશે.

સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકો માટે આ કામગીરી રાહતરૂપ સાબિત થઈ છે. ગેબિયન વોલ બનતા માર્ગ વધુ સલામત બન્યો છે અને હવે વરસાદી ઋતુ દરમિયાન પણ અવરજવરમાં સરળતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

નડિયાદ : ઇન્સ્ટાગ્રામ પર ૬૦ હજારના ૬ લાખ કરવાની જાહેરાત જોઇ યુવકે ૬૦ હજાર ગુમાવ્યા.

ProudOfGujarat

વાંકલની શ્રી એન.આર.ચૌધરી પ્રાથમિક શાળામાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!