Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કવિઠા ગામની સીમમાં બાવળની ઝાડીમાંથી વિદેશી દારુ ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેંદ્ર્સિંહ ચુડાસમા દ્વારા દારુબંધીનાં કાયદાનો કડક અમલ કરાવાઇ રહ્યો છે ત્યારે એલસીબી દ્વારા ભરુચ તાલુકાના કવિઠા ગામની સીમમાંથી બાવળીયામાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.

આ અંગે વિગતે જોતા એલસીબી પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણના જણાવ્યા અનુસાર બાતમીના આધારે  કવિઠા ગામ નજીક રેડ કરતા લિસ્ટેડ બુટલેગર કિર્તન ઉર્ફે કિરણ અમરતલાલ વસાવા, રહેવાસી કવિઠા ગામ ભાથીજી મંદિર પાસે જુની વસાહતએ પોલિસને જોઇ દૂરથી જોઇ લીધી હતી. જેથી કિરણ વસાવા નાસી છુટ્યો હતો. પરંતુ તેણે સંતાડેલ વિદેશી દારુનો જથ્થો બાવળની ઝાડીમાંથી મળી આવ્યો હતો. જેમાં દારુના બોક્સ નંગ 18માં કુલ નાની મોટી બોટલ તથા બિયર નંગ મળી કુલ બોટલ નંગ 462 કિંમત રુપિયા 76440 પોલીસેઝડપી પાડી વધુ તપાસ નબીપુર પોલીસ મથકને સોંપેલ છે.

Advertisement

 


Share

Related posts

ગોધરાનાં ૪ ક્લસ્ટર કન્ટેઇન વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા હિત-રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું . ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર-માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ પોલીટેક્નિક કોલેજ સુધી લંબાવવા કરાયેલ માંગ ….

ProudOfGujarat

માંગરોળમાં કમોસમી વરસાદ વરસતા પાક બગડવાની ભીતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!