Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ૪ ઝડપાયા, ₹૩૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત : હનુમાનજી મંદિરની ડેરી પાસે ખુલ્લામાં ચાલતો હતો જુગાર; ૪ આરોપીઓ ફરાર

Share

 

જંબુસર તાલુકામાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જંબુસર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રિતમ પાર્ક સોસાયટી પાછળ હનુમાનજી મંદિરની ડેરી પાસે ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ચાર ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓ પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પોલીસે સ્થળ પરથી પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ ₹૩૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ₹૧૦,૫૦૦ રોકડા રૂપિયા તથા ₹૨૧,૦૦૦ કિંમતના પાંચ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓમાં અસ્ફાક મજીદ પઠાણ (ઉ.વ.૩૮, રહે. જલાલપુરા), સોએબ દાઉદ ખીલજી (ઉ.વ.૪૨, રહે. ફીરદોશનગર), મોહસીન ઇકબાલ પટેલ (ઉ.વ.૪૪, રહે. ઇસ્માઈલ નગર) અને ઇરફાન ઉર્ફે પાદેલી યુસુફ પઠાણ (ઉ.વ.૩૫, રહે. જલાલપુરા)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વ્યવસાયે ડ્રાઈવિંગ સાથે સંકળાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

દરોડા દરમિયાન મિન્હાજ ઉર્ફે ઉલ્લો મેહમુદભાઈ શેખ, સાજીદ ઉર્ફે પોચો સલીમ ચોકસી, આસિફ ઉર્ફે રત્લામી અબ્દુલ કરીમ પઠાણ અને ફરીદખા અલ્લારખા પઠાણ નામના ચાર આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કાર્યવાહી વડોદરા વિભાગના આઈ.જી. સંદિપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક ડો. એ.જે. સિસારા અને પી.આઈ. પી.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. કે.બી. રાઠવા, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ, અ.પો.કો. ઉમંગભાઈ સહિતના પોલીસ સ્ટાફે સફળ કામગીરી પાર પાડી હતી.


Share

Related posts

ઝઘડિયા તાલુકા સુથાર પૂરા ગામ ખાતે બે બાળકો માટીમાં દટાઈ જઈ મોતને ભેટ્યા જેના પરિણામે શોકની લાગણી ફેલાઈ જાણો આપ કરૂણ ઘટનાની વિગતો

ProudOfGujarat

કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકારનુ ભ્રષ્ટ્ર અને નિષ્ફળ તંત્ર લાચાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનુ આવેદન

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચે મદદ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!